Parineeti Raghav Wedding Pics: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન થયા ત્યારથી જ ચાહકો તેમની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા. બંનેએ 24 સપ્ટેમ્બરની સાંજે લગ્ન કર્યા હતા. બીજા દિવસે સવારે એટલે કે 25 સપ્ટેમ્બરે બંનેએ તેમના લગ્નની ઘણી તસવીરો શેર કરી. ફોટોમાં બંને ક્રીમ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. બંનેની જોડી એકસાથે શાનદાર લાગે છે.
ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરતી વખતે પરિણીતી ચોપરાએ લખ્યું કે, “અમે નાસ્તાના ટેબલ પર પહેલીવાર વાત કરી ત્યારથી અમારા દિલ આ વાત જાણતા હતા. ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહી હતી. અમે શ્રી અને શ્રીમતી બનીને ખૂબ જ ખુશ છીએ. એકબીજા વિના જીવવા માટે અસમર્થ, અમારું જીવન કાયમ માટે શરૂ થયું છે.
સામે આવેલી તસવીરોમાં પરિણીતી ક્રીમ કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને રાઘવ ચઢ્ઢા પણ સુંદર લાગી રહ્યા છે. રઘનીતિ કપલ ખૂબ જ પ્રેમમાં દેખાઈ રહ્યું છે. બંનેએ એકસાથે ક્લિક કરેલા ઘણા ફોટા જોવા મળ્યા. કેટલીક તસવીરોમાં રાઘવ પરિણીતીને માળા પહેરાવતો જોવા મળી રહ્યો છે તો કેટલીક તસવીરોમાં રાઘવ પરિણીતીને કપાળ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે.
તમે ગુજરાતના કેટલા મેળા કર્યા છે અને કેટલા વિશે જાણો છો? અહીં જોઈ લો 19 લોકમેળાની વિગતો, ચોંકી જશો!
ઉલ્લેખનીય છે કે આ વર્ષે મે મહિનામાં બંનેની સગાઈ થઈ હતી અને હવે બંને કાયમ માટે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. અતૂટ બંધનમાં બંધાઈ જવાની ખુશી બંનેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. ફેન્સ આ તસવીરોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે અને બંનેને આ નવી સફર માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.