khissu

નવરાત્રી ઓફર/ ગેસ સિલિન્ડર બુક કરીને જીતો સોનું, અને તમામ ગ્રાહકોને મળશે 100 રૂપિયાનું રીવોર્ડ, જાણો કંઈ રીતે બુક કરશો સિલિન્ડર

ઓઇલ કંપનીઓએ 6 ઓક્ટોબરના રોજ ઘરેલું ગેસ સિલિન્ડર (એલપીજી) ના ભાવમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ પછી, ઘણા શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમત 900 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. જ્યારે દિલ્હીમાં ગેસ સિલિન્ડરનો ભાવ 899.5 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ઓઈલ કંપનીઓના આ નિર્ણયથી ઘણા લોકો નારાજ છે. પરંતુ નવરાત્રિના પ્રસંગે આ લોકો માટે ખાસ ઓફર છે, જેના દ્વારા લોકો ગેસ સિલિન્ડર બુકિંગ પર સોનું જીતી શકે છે. ગેસ સિલિન્ડરના બુકિંગ પર તેમને 10,001 રૂપિયાનું સોનું મળશે.

Paytm એ LPG સિલિન્ડર બુકિંગ માટે 'નવરાત્રી ગોલ્ડ' ઓફર (navratri 2021) શરૂ કરી છે. આ સોનું જીતવા માટે, તમારે Paytm એપથી ગેસ સિલિન્ડર બુક કરાવવું પડશે. આ ઓફર 7 થી 16 ઓક્ટોબરની છે, જે દરમિયાન જો તમે ગેસ સિલિન્ડર બુક કરાવશો તો તમે ગોલ્ડ જીતી શકો છો.

તમામને મળશે 100 રૂપિયાનું રિવોર્ડ: Paytm અનુસાર, કંપની દરરોજ 5 લકી વિજેતાઓના નામ જાહેર કરશે, જેમને 10,001 રૂપિયાનું સોનું જીતવાની તક મળશે. આ સિવાય તમામ સ્પર્ધકોને 100 રૂપિયાનું ઈનામ મળશે. જો કે, તમે પેટીએમ દ્વારા ગેસ બુક કરશો તો જ તમને તેનો લાભ મળલકી

બુકિંગ કેવી રીતે કરવું: paytm એપ ખોલી પહેલા બુક ગેસ સિલિન્ડર પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી, તમારા ગેસ પ્રોવાઇડર પસંદ કરવાનો રહેશે.

હવે મોબાઈલ નંબર, એલપીજી આઈડી અને ગ્રાહક નંબર દાખલ કરવો પડશે.

આ પછી, તમારે તમારી પસંદગીનું પેમેન્ટ મોડ પસંદ કરવું પડશે.

આમાં તમે Paytm Wallet, Paytm UPI, Cards, NetBanking પસંદ કરી શકો છો.

આ સિવાય, તમે પેટીએમ પોસ્ટપેડ વિકલ્પ દ્વારા પણ ચુકવણી કરી શકો છો.

તમે પેમેન્ટ કરો કે તરત જ તમારું ગેસ સિલિન્ડર બુક થઈ જશે.

સફળ પેમેન્ટ પછી, તમને એક સ્ક્રેચ કાર્ડ મળશે.

તમે આ સ્ક્રેચ કાર્ડને બીજા દિવસે સ્ક્રેચ કરી શકો છો.

સ્ક્રેચ કર્યા પછી તમને ખબર પડશે કે તમને સોનું મળ્યું કે નહીં.

તમને જણાવી દઈએ કે નવરાત્રી ગોલ્ડ ઓફરનો લાભ ઈન્ડેન, એચપી ગેસ અને ભારત ગેસ સહિત તમામ કંપનીઓના સિલિન્ડર પર મળશે. તમે 'બુક ગેસ સિલિન્ડર' સુવિધા દ્વારા બુકિંગ કરીને આ વિશેષ ઓફર મેળવી શકો છો