રાજ્યમાં જેવીરીતે પેટ્રોલના ભાવમાં દિવસે ને દિવસે વધારો જોવા મળે છે તેવી જ રીતે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં દિવસે ને દિવસે મોટો વધારો જોવા મળ્યો છે. સામાન્ય માણસ ગમે તેમ કરીને બિનજરૂરી વસ્તુઓ તો ટાળી શકે છે પણ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેને કેવી રીતે ટાળી શકે. એક સામાન્ય વર્ગના માણસ પર તેના પરિવારને સાચવવાની જવાબદારી હોય છે એવામાં જીવનજરૂરિયાતની જ વસ્તુઓ આટલી મોંઘી થતી જાય ત્યારે કોઈપણ વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય છે.
તમે પણ સીંગતેલ કે કપાસિયા તેલ ખરીદતા પહેલા ૩ વાર વિચાર તો કરતા જ હશો હે ને ! પુરવઠા વિભાગની નિષ્ક્રિયતા અને ઓઇલ મિલરો બેફામ બનતા તેલના ભાવ ટોચ પર પહોંચ્યા છે. એક બાજુ જોઈએ તો મગફળીના ભાવ તો ખેડૂતોને સરખા મળતા નથી તો સિંગતેલના ભાવ આટલા ઊંચા કેમ ?
તમને જણાવી દઈએ કે સીંગતેલમાં દિવસે ને દિવસે ૨૦ રૂપિયાનો વધારો થાય છે સતત બે દિવસમાં સિંગતેલના ભાવમાં ૪૦ રૂપિયાનો વધારો થયો છે. તેવીજ રીતે કપાસિયા તેલમાં ૧૦ રૂપિયાનો વધારો થયો છે અને સનફ્લાવર તેલમાં ૩૦ રૂપોયનો વધારો થયો છે.
હાલ રાજકોટ શહેરની વાત કરીએ તો, સિંગતેલનો ભાવ વધીને ૨,૪૦૦ રૂપિયા થયો છે જ્યારે કપાસિયા તેલનો ભાવ વધીને ૧,૮૦૦ રૂપિયા અને સનફ્લાવર તેલનો ભાવ વધીને ૨,૦૬૦ રૂપિયા ની આસપાસ પહોંચી ગયો છે.