સરકારે થોડા સમય પહેલા જ ટ્રાફિક નિયમો બહાર પાડ્યા હતા જેમાં હેલ્મેટ ન પહેરવા પર ૧૦૦૦ રૂપિયાનો દંડ વસુલવાની વાત કરી હતી. જેના પર પુડુચેરી પ્રશાસને રોક લગાવવા નિર્ણય કર્યો છે.
પુડુચેરી પ્રશાશને હાલમાં જ દ્વિચક્કી વાહનો પર ફરજીયાત હેલ્મેટ પહેરવાના નિયમ પર રોક લગાવી દીધી. પુદુચેરીના મુખ્યમંત્રી નારાયણ સ્વામીએ આ અંગે જાહેરાત કરી અને તેણે કહ્યું કે, લેફટનન્ટ ગવર્નરના દબાણ હેઠળ જે આ આદેશ કરવામાં આવ્યો હતો તેમ છતાં જો કોઈ કોલેજનો વિદ્યાર્થી કે રોજનો મહત્તમ ૬૦૦ રૂપિયા કમાતો વ્યક્તિ દંડ નહીં ચૂકવી શકે તો જવાબદારી સરકારની રહેશે ઉપરાજ્યપાલની નહીં.
તેઓએ એ પણ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી સહિત બધા જ વિપક્ષી દળોની માંગ છે કે હેલ્મેટ પર લાગતી પેનલ્ટી ખતમ કરો. જોકે ભાજપ સરકાર કેન્દ્રમાં તો આ નિયમ લાગુ કરે છે જ્યારે પુડુચેરીમાં તેની સતા ન હોવાથી ત્યાં હેલ્મેટ પર પેનલ્ટી ન લેવા માટે વિરોધ કરી રહી છે જોકે ભારતીય જનતા પાર્ટી ડબલ રમત રમી રહી છે.
તેઓએ વધુમાં કહ્યું કે, ૨૦૧૯માં દ્વિચક્કી વાહનોથી થતા અકસ્માતની સંખ્યા ૧૮૦ હતી જ્યારે વર્ષ ૨૦૨૦માં તે ઘટીને ૮૮ થઈ ગઈ. જેથી હેલ્મેટ ન પહેરવા પર લેવામાં આવતા પેનલ્ટી પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે.
પુદુચેરી મુખ્યમંત્રી નારાયણ સ્વામીએ પરિવહનમંત્રી, DGP, પરિવહન સચિવ અને પરિવહન કમિશનર સાથે બેઠક યોજી હતી જેમાં લોકો વચ્ચે ઉચિત જાગરૂકતા પેદા કરવા પેનલ્ટી ન ભરવા પર સહમતી બની.