khissu

કેટલા સાચા છે આ વાયરલ મેસેજ? જાણો વાયરલ મેસેજની સાચી હકીકત...

બંગાળના એક સમાચાર પત્રએ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર તે કેન્દ્રીય કર્મચારીઓનું પેન્શન રોકવાની તૈયારી કરી રહી છે જેમની ઉંમર 70 થી 75 વર્ષની વચ્ચે હશે. આ બંગાળી અખબારે તેના 13 સપ્ટેમ્બરના અંકમાં આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલને સરકારી સંસ્થા પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.  PIB એ તેના 'ફેક્ટ ચેક'માં આ રિપોર્ટને ખોટો સાબિત કર્યો છે.  PIB FactCheck અનુસાર,  babushahi.com નામના અખબારો અને ઓનલાઇન પ્લેટફોર્મે કેન્દ્રીય કર્મચારીઓ સંબંધિત પેન્શનના ખોટા સમાચાર પ્રકાશિત કર્યા છે.

PIB એ ફેક્ટ ચેકમાં લખ્યું છે કે વર્તમાન મેગેઝિન અને babushahi.com એ ખોટા રિપોર્ટિંગમાં કહ્યું છે કે કેન્દ્ર સરકાર 70-75 વર્ષની ઉંમરે પહોંચેલા કેન્દ્રીય કર્મચારીઓનું પેન્શન રોકવાનો પ્રસ્તાવ લાવી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવ પર પહેલાથી જ વિચાર કરી રહી છે. ફેક્ટ ચેકે આ બંને મીડિયા અહેવાલોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે નાણાં મંત્રાલય કે પેન્શન કલ્યાણ વિભાગ આ બાબતે કોઈ વિચાર કરી રહ્યું નથી. આ બંને અહેવાલોને નકલી જાહેર કરવામાં આવ્યા છે.

બીજો સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જેમને કોવિડ રસી નથી લીધી તેના ઘરની વીજળી કાપી નાખવામાં આવશે. મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જો કોરોનાની રસી નહિ લો તો રેશનકાર્ડ જપ્ત કરવામાં આવશે. PIB FactCheck એ આ મેસેજની ચકાસણી કરી છે અને તેને સંપૂર્ણપણે નકલી ગણાવ્યો છે. PIB અનુસાર, કોવિડ રસીકરણ કરાવવું ફરજિયાત નથી પરંતુ કોરોનાને રોકવા માટે તે ખૂબ જરૂરી છે. PIB દ્વારા, સરકારે કહ્યું છે કે કોવિડથી બચવા માટે, લોકોએ કોવિડની રસી લેવી જ જોઇએ. આ ફેક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. તેમાં લખ્યું છે કે જો વેક્સીન લગાવવામાં નહીં આવે તો વીજળી આપવામાં આવશે અને રેશનકાર્ડ જપ્ત કરવામાં આવશે.

કોવિડ રસી સાથે સંબંધિત એક બીજી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કોવિડ -19 ની રસી અંગે ડોકટર દ્વારા કથિત રીતે વાયરલ ઓડિયો મેસેજમાં અનેક ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. ઓડિયોમાં કહેવામાં આવ્યું છે કે, 'કોવિડ -19 એક છેતરપિંડી છે, કોરોના ની રસી હજી ટ્રાયલનાં તબક્કામાં છે અને તેમાં ગ્રાફીન ઓક્સાઈડ હાજર છે.' ઓડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે રસીમાં ગ્રાફીન ઓક્સાઈડ નાખવામાં આવ્યું છે અને તે એક રીતે લોકોને મારવાનું ષડયંત્ર છે.

પીઆઈબી ફેક્ટચેકે આ ઓડિયોને નકલી ગણાવ્યો છે અને કહ્યું છે કે રસીમાં ગ્રાફીન ઓક્સાઈડ નથી. સત્ય એ છે કે કોવિડ -19 એ છેતરપિંડી નથી પણ વૈશ્વિક મહામારી છે. ભારતમાં સંચાલિત થતી તમામ રસીઓ DCGI દ્વારા મંજૂર કરવામાં આવી છે અને તેમાં કોઈ ગ્રાફીન ઓક્સાઈડ નથી.