1 ઓકટોબરથી બદલાઈ જશે પેન્શનનો નિયમ, તમામ પેન્શેનરોને લાગુ પડશે આ નિયમ, જાણો માહીતી વિગતવાર...

1 ઓકટોબરથી બદલાઈ જશે પેન્શનનો નિયમ, તમામ પેન્શેનરોને લાગુ પડશે આ નિયમ, જાણો માહીતી વિગતવાર...

પેન્શનરો માટે એક મોટી અપડેટ સામે આવી છે. મોદી સરકાર 1 ઓક્ટોબર, 2021 થી, પેન્શનનો નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. પેન્શનરો માટે આ નિયમનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હવે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ દેશની તમામ મુખ્ય પોસ્ટ ઓફિસોના જેપીસીમાં (jeevan praman center) જમા કરાવવું પડશે.

એવા પેન્શનરો કે જેની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ છે, તે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર 2021 સુધી જીવન પ્રમાણપત્ર રજૂ કરી શકે છે.  80 વર્ષથી ઓછી ઉંમરના પેન્શનરો 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી જીવન પ્રમાણપત્ર રજૂ કરી શકશે.

ઇન્ડિયા પોસ્ટ આપી રહી છે સર્વિસ: તમને જણાવી દઈએ કે હવે લાઈફ સર્ટિફિકેટ પોસ્ટ ઓફિસમાં જમા થઈ રહ્યું છે.  ભારતીય ટપાલ વિભાગે તમામ પેન્શનરોને વિનંતી કરી છે કે જો જીવન પ્રમાણ પત્ર  બંધ હોય તો તેને સમયસર અપડેટ કરી લે. જે હેડ પોસ્ટ ઓફિસોમાં જીવન પ્રમાણ સેન્ટર નથી ત્યાં તાત્કાલિક આ કેન્દ્ર સ્થાપવા માટે સરકાર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે.  સરકારના જણાવ્યા અનુસાર, જીવન પ્રમાણ સેન્ટર બનાવ્યા બાદ ID ને અપડેટ કરવું પડશે. પોસ્ટ ઓફિસમાં કોમન સર્વિસ સેન્ટર માટે પણ આ જ કામ કરવું પડશે. જેની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર, 2021 નક્કી કરવામાં આવી છે. ઇન્ડિયા પોસ્ટે એક ટ્વીટમાં કહ્યું છે કે, મોટી ઉંમરના નાગરિકો હવે નજીકના પોસ્ટ ઓફિસમાં સીએસસી કાઉન્ટર પર જીવન પ્રમાન સેવાઓ સરળતાથી મેળવી શકે છે. જીવન પ્રમાનની ઓફિશિયલ  વેબસાઇટ - jeevanpramaan.gov.in છે.

ભારત સરકારની ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ફોર પેન્શનર્સ સ્કીમ લાઈફ સર્ટિફિકેટ મેળવવાની સમગ્ર પ્રક્રિયાને ડિજિટલાઈઝ કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવા માગે છે.  તેનો ઉદ્દેશ આ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.  આ ક્રમમાં ઇન્ડિયા પોસ્ટ દ્વારા આ સુવિધા આપવામાં આવી રહી છે.

પ્રમાણપત્ર કેમ મેળવવું: પહેલા તમારા મોબાઇલ નંબર પરથી 7738299899 પર એસએમએસ મોકલીને નજીકના જીવન પ્રમાન કેન્દ્રનું અપડેટ મેળવી શકાશે.  SMS માં JPL <PIN Code>' લખવાનું રહેશે.  પેન્શનરોને આપેલા પિન કોડમાંથી નજીકના જીવન પ્રમાન કેન્દ્રોની યાદી મળશે.  આ લિસ્ટ મેળવ્યા પછી, તમે તમારા નજીકના કેન્દ્રને પસંદ કરી શકો છો.  તમે ત્યાં જઈને તમારું ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવી શકશો.