khissu

વોટ્સએપ્પ ની દાદાગીરી થી લોકો હવે વોટ્સએપ્પ ડીલીટ કરી રહ્યા છે, જાણો કેવી રીતે તમારો સંપૂર્ણ ડેટા ડીલીટ કરી શકો

વોટ્સએપ તો બધા જ લોકો વપરતા જ હશે આજે નાના છોકરા પણ વોટ્સએપ્પ ખોલીને બેસી જાય છે અને વીડિયોકોલ કરી નાખે છે. વોટ્સએપ્પ નો લોકો એટલો બધો વપરાશ કરે છે કે જો એ ના હોય તો આખો દિવસ કંટાળો જ આવ્યા કરે.

હાલમાં જ વોટ્સએપે નવી પૉલિસી જાહેર કરી છે કે જેમાં તે યુઝસઁનો ડેટા પેરેન્ટ કંપની ફેસબૂક સાથે શેર કરશે. ફેસબૂક ડેટા સલામત રાખતી નથી ઘણી વાર તેણે ડેટા લીક કર્યો છે અને હવે જો વોટ્સએપ્પ તેને ડેટા શેર કરશે તો તમારો એ ડેટા પણ હવે સલામત નહીં રહે. 


વોટ્સએપ્પ હાલ તેના યુઝર્સને એક નોટિફિકેશન મોકલી રહ્યું છે જેમાં કહેવામાં આવે છે કે તમે અમારી પોલિસી સાથે Agree છો કે નહીં. આ નોટિફિકેશન ઘણા લોકોને આવી છે જો તમને નથી આવી તો થોડા સમયમાં જ તમને પણ આ નોટિફિકેશન આવશે. જો તમે ૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધીમાં Agree નહીં કરો તો વોટ્સએપ્પ તમારુ એકોઉન્ટ બંધ કરી દેશે. વોટ્સએપ્પે કહી દીધું છે કે દરેક યુઝર્સે આ નવા નિયમોને અનુસરવું પડશે અન્યથા વોટ્સએપ્પ છોડી શકે છે.


મિત્રો તમને જણાવી દઈએ કે માત્ર એપ્લિકેશન Uninstall કરવાથી એકોઉન્ટ બંધ થતું નથી તમારો ડેટા તો સેવ જ રહેશે જો તમારે સંપૂર્ણ પણે એકોઉન્ટ બંધ કરવું હોય તો નીચેના સ્ટેપ ને અનુસરો.


૧) સૌપ્રથમ તમારા ફોનમાં વોટ્સએપ્પ એપ્લિકેશન ખોલો.


૨)  હવે તેમાં જમણી બાજુએ ત્રણ ડોટ્સ દેખાશે તેના પર ક્લિક કરો. પછી તેમાં setting ઓપ્શન પર ક્લિક કરો.


૩) ત્યારબાદ તેમાં Account ઓપ્શન પર ક્લિક કરો.


૪) તેમાં Delete my Account પર ક્લિક કરો.


૫) હવે તમને તમારો વોટ્સએપ્પ મોબાઈલ નંબર નાખવાનું કહેશે તો તમારો નંબર નાખી ફરી Delete my Account પર ક્લિક કરો.


૬) અહીં મિત્રો તમે શા માટે delete કરવા માંગો છો તે કારણ જણાવવું પડશે. અહીં તમે કોઈપણ એક ઓપ્શન સિલેક્ટ કરી લો.


૭) હવે નીચે Delete my Account પર ક્લિક કરો.  ત્યારબાદ ફરી એકવાર Delete my Account ઓપ્શન આવશે તેમાં ક્લિક કરો.


આ રીતે તમારી સંપૂર્ણ માહિતી વોટ્સએપ્પ માંથી delete થઈ જશે.