khissu

આખા વિશ્વને કોરોના ની ભેટ આપનાર ચીનમાં લોકો આખું અઠવાડિયું કરશે મોજ

ચીનમાં ઉદ્ભવેલી કોરોનાવાયરસ ની બીમારી, ખૂબ જ ઓછા આ સમયગાળામાં આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. લગભગ દુનિયાના બધા જ દેશો કોરોના થી વધુ ઓછા પ્રમાણમાં પીડાઈ રહ્યા છે. આ મહામારીએ ટૂંક સમયમાં જ આખા વિશ્વ પર ભરડો લીધો છે એવા સમયે ચીનમાં લોકો આખું અઠવાડિયું મોજશોખ કરવાની તૈયારી કરી રહ્યા છે. 

ડિસેમ્બર 2019 માં કોરોનાનો પહેલો કેસ ચીનમાં આવ્યો હતો. પરંતુ ટૂંક સમયમાં જ જેને કોરોના ની મહામારી પર નિયંત્રણ સાધી લીધું હતું. અત્યારે ચીનમાં કોરોના ગણ્યાગાંઠયા કેસ છે. અને ચીન ની પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. 

અત્યારે ચીનના લોકો મોજ મસ્તી કરવાની તૈયારી કરી રહ્યા છે તેનું કારણ છે ચીનનું સ્થાપના દિવસ. ચીન ની સ્થાપના પહેલી ઓક્ટોબર 1949 ના રોજ થઈ હતી. 

ચીન એક નાસ્તિક દેશ છે. ક્યાં કોઈ પણ પ્રકારનો ધાર્મિક તહેવાર ઉજવવામાં આવતો નથી. અને આખા વર્ષ દરમિયાન ખુબ જ ઓછી જાહેર રજા આવે છે. પરંતુ ચીનમાં ઓક્ટોબર મહિના નું પહેલું અઠવાડિયું બહુ ખાસ મનાઈ છે. આ સમયગાળા દરમિયાન બધી જ ઓફિસો અને સરકારી કામકાજ બંધ હોય છે. અને લોકો આખું અઠવાડિયું મોજ મસ્તીમાં પસાર કરે છે.

આ અઠવાડિયું ગોલ્ડન વીક (golden week) ના નામે ઓળખાય છે. આ સમય ચીનમાં સૌથી વ્યસ્ત સમય માનવામાં આવે છે. આઠ દિવસની ભીડના કારણે બધી જ જગ્યાએ બહુ જ ભીડ જોવા મળે છે. આનાથી ચીની સરકારની કરોડોની આવક પણ થાય છે. ચીનના રિવાજો અને ઉત્સવ ખૂબ જ અજીબ પ્રકારના હોય છે. તો આ કોરોના કાળ માં યોજાઇ રહેલ આ ઉત્સવ અંગે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરી ને જવાબ આપો.