ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોએ ટેક્સ ચૂકવવો પનહિ પડે. નીતિન ગડકરીએ જણાવ્યુ કે કેવી રીતે મળશે લાભ

ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોએ ટેક્સ ચૂકવવો પનહિ પડે. નીતિન ગડકરીએ જણાવ્યુ કે કેવી રીતે મળશે લાભ

નેશનલ હાઈવે અને એક્સપ્રેસ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે જ્યારે પણ આ લોકો હાઈવે પર ટોલ ક્રોસ કરે છે ત્યારે તેમની પાસેથી ટોલ ટેક્સ માંગવામાં આવે છે. પરંતુ જલ્દી જ આ લોકોની પરેશાનીઓનો અંત આવવાનો છે. કારણ કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ 22 માર્ચે રાજ્યસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે જે લોકો ટોલ પ્લાઝાની નજીક રહે છે તેમને સરકાર પાસ આપશે.

કોને મળશે કાયમી પાસ - નીતિન ગડકરીના નિવેદન મુજબ, ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોને જ કાયમી પાસ આપવામાં આવશે, જેમની પાસે આધાર કાર્ડ હશે. જો તમે પણ ટોલ પ્લાઝા પાસે રહો છો અને તમારી પાસે આધાર નથી તો તમારે કાયમી પાસ મેળવવા માટે જલ્દીથી આધાર કાર્ડ મેળવી લેવું જોઈએ.

60 કિમીની ત્રિજ્યામાં એક ટોલ પ્લાઝા હશે- કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં તેમના સંબોધનમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર જે 60 કિમીની ત્રિજ્યામાં એકથી વધુ ટોલ પ્લાઝા છે, ત્યાં માત્ર એક જ ટોલ પ્લાઝા આવશે. તેમણે કહ્યું કે સરકાર ત્રણ મહિનામાં દેશભરમાં 60 કિલોમીટરની ત્રિજ્યામાં હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ પ્લાઝા બનાવવા જઈ રહી છે.

EV ની કિંમત પેટ્રોલ વાહનની સમકક્ષ હશે - ગડકરીએ કહ્યું કે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ટેક્નોલોજી ઝડપથી વિકસી રહી છે. આવી સ્થિતિમાં, આગામી બે વર્ષમાં ગ્રીન એનર્જી પર ચાલતા વાહનોની કિંમત પેટ્રોલ પર ચાલતા વાહનો જેટલી થશે.

અગાઉ, ગડકરીએ નવેમ્બરમાં ઇન્ડિયન ચેમ્બર 9ઑફ કોમર્સ અને FY21 AGMના વાર્ષિક સત્રને સંબોધિત કર્યું હતું, જ્યાં તેમણે કહ્યું હતું કે બે વર્ષમાં, EVsની કિંમત એવા સ્તરે આવી જશે જે તેમના પેટ્રોલ વેરિઅન્ટની સમકક્ષ હશે. ત્યારબાદ તેમણે કહ્યું કે સરકાર EV ચાર્જિંગ સુવિધાઓને વિસ્તારવા માટે કામ કરી રહી છે.