એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ વધુ એક ખુશખબર! હવે ઘટશે પેટ્રોલનો ભાવ..

એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ વધુ એક ખુશખબર! હવે ઘટશે પેટ્રોલનો ભાવ..

સરકારે છેલ્લા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે. આ વખતે સાત મહાસાગર પારથી આ સારા સમાચાર આવ્યા છે. આ સમાચાર વાંચીને તમે ખરેખર ખુશ થઈ જશો. હા, આ નિર્ણય તમારા પક્ષમાં હોઈ શકે છે. જો બધુ બરાબર રહ્યું તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.

ક્રૂડ ઓઈલ 112-118 ડોલર પ્રતિ બેરલની રેન્જમાં છે
વાસ્તવમાં OPEC+ દેશો દ્વારા ક્રૂડ ઓઈલની સતત વધી રહેલી કિંમતને નીચે લાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ક્રૂડ ઓઈલ 112-118 ડોલર પ્રતિ બેરલની રેન્જમાં છે. ક્રૂડના ભાવ છેલ્લા ચાર મહિનામાં નવી ઊંચાઈએ પહોંચ્યા છે. તેલની વધતી કિંમતોને કારણે મોંઘવારીનો ગ્રાફ વધી રહ્યો છે. પરંતુ હવે OPEC+ દેશોએ ક્રૂડની આગને કાબૂમાં લેવાનો નિર્ણય લીધો છે.

ક્રૂડના ભાવ ઘટવાની શક્યતા છે
ઓર્ગેનાઈઝેશન ઓફ ઓઈલ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC) અને રશિયા સહિત અન્ય સહયોગીઓએ જુલાઈ-ઓગસ્ટથી ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ક્રૂડની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે. OPEC+ દેશોએ જુલાઈ-ઓગસ્ટમાં 6.48 લાખ બેરલ ક્રૂડનું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો છે.

લોકડાઉનમાં ક્રૂડ ઓઈલનો ઓછો થયો વપરાશ 
OPEC+ દેશોના આ પગલાથી પેટ્રોલ અને ડીઝલના દરમાં ઘટાડો થવાની સંભાવના છે. તેની અસર એ થઈ શકે છે કે વધતી મોંઘવારીથી પ્રભાવિત વિશ્વની અર્થવ્યવસ્થાને થોડી રાહત મળે. વર્ષ 2020માં કોરોના મહામારીના સમયે લોકડાઉનને કારણે ક્રૂડ ઓઈલના વપરાશમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે કાચા તેલની કિંમતમાં પણ ઘટાડો થયો છે. તે સમયે, OPEC + દેશોએ ભાવ સ્થિર રાખવા માટે કાચા તેલના ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો.

અમેરિકામાં ક્રૂડ ઓઈલ 54% મોંઘુ થયું છે
અત્યારે OPEC+ દેશો દરરોજ 4.32 લાખ બેરલ ક્રૂડનું ઉત્પાદન કરી રહ્યા છે. આવતા મહિનાથી તેને 2.16 લાખ બેરલ વધારીને 6.48 લાખ બેરલ પ્રતિ દિવસ કરવા પર સહમતિ બની છે. યોજના હેઠળ, OPEC + દેશો હજુ સુધી ક્રૂડ ઉત્પાદન વધારવા માંગતા ન હતા. પરંતુ, અમેરિકામાં પેટ્રોલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 2022ની શરૂઆતથી અમેરિકામાં ક્રૂડ ઓઈલ 54 ટકા મોંઘુ થઈ ગયું છે.

OPECના નિર્ણય બાદ ન્યૂયોર્કમાં ક્રૂડની કિંમત 0.9% ઘટીને 114.26 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં વધારો થવાથી ઈંધણના ઊંચા ભાવમાં ચોક્કસપણે રાહત મળશે. આ સાથે મોંઘવારી પણ નીચે આવવાની આશા છે.