પીએફ નાં ખાતાધારકો માટે ખુશીના સમાચાર: એક કલાકની અંદર 1 લાખ રૂપિયા ઉપાડી શકાશે, નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી

પીએફ નાં ખાતાધારકો માટે ખુશીના સમાચાર: એક કલાકની અંદર 1 લાખ રૂપિયા ઉપાડી શકાશે, નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી

શું તમારે પણ પૈસાની જરૂર છે? તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે નોકરી કરતા હો અને PF એકાઉન્ટ ધરાવો છો, તો હવે તમે એક કલાકની અંદર સરળતાથી 1 લાખ રૂપિયા ઉપાડી શકો છો. કોરોનાની આ મુશ્કેલ ઘડીમાં પીએમ મોદીએ PF માંથી પૈસા ઉપાડવાનાં નિયમોમાં ફેરફાર કર્યા છે.

1 કલાકમાં 1 લાખ એડવાન્સ ઉપાડી શકાશે:- હવે PF ખાતા ધારકોને પૈસા ઉપાડવા માટે 3 થી 7 દિવસની રાહ જોવી પડશે નહિ. હવે એક કલાકમાં તમારા ખાતામાં PF નાં રૂપિયા આવી જશે. તમે EPF માંથી એક લાખ રૂપિયા એડવાન્સ પીએફ બેલેન્સમાંથી ઉપાડી શકો છો. ભલે પછી તમારું બેલેન્સ 20 હજાર જ હોય. કોઇપણ મેડીકલ સારવાર માટે તમે આ પૈસા ઉપાડી શકો છો.

પૈસા ઉપાડવા પર ખર્ચ બતાવવો પડશે:- તમને જણાવી દઇએ કે આ સર્વિસની લાભ લેવા માટે તમારે ખર્ચ બતાવવો પડશે કે ઇમરજન્સીમાં તમે પૈસા ઉપાડી રહ્યા છો. અગાઉ EPFO મેડિકલ ઈમરજન્સીમાંથી તમે પૈસા ઉપાડી શકતા હતા ત્યારે બિલ જમાં કરાવ્યા બાદ જ પૈસા મળતા પરંતુ આ નવી સુવિધા અલગ છે, આમાં તમારે કોઈ બિલ બતાવવાની જરૂર નથી. તમારે ફકત અરજી કરવાની છે અને પૈસા તમારા ખતામાં ટ્રાન્સફર થઈ જશે.

જાણો કેવી રીતે અરજી કરી શકશો:- સૌપ્રથમ આ www.epfindia.gov.in લિંક પર ક્લિક કરો.

> વેબસાઈટનાં હોમ પેજ પર જમણી બાજુએ COVID-19 નુ ટેબ હશે. જેના પર ક્લીક કરીને ઓનલાઇન એડવાન્સ ક્લેમ પર ક્લિક કરો.

>https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface પર જાવ. ક્લેમ ફોર્મ - 31,19,10C અને 10D

> તમારા બેંક ખાતાના છેલ્લા 4 અંક દાખલ કરી ચકાસી લો. હવે Proceed for Online Claim પર ક્લિક કરો.

> ડ્રોપ ડાઉન માંથી PF એડવાન્સ પસંદ કરો (ફોર્મ 31).

> હવે તમારું કારણ પસંદ કરો, જેટલા પૈસા ઉપાડવા છે તે દાખલ કરો અને ચેકની સ્કેન કોપી અપલોડ કરી સરનામું દાખલ કરો.

> Get adhaar OTP પર ક્લિક કરો અને રજિસ્ટર મોબાઇલ નંબર આવેલ OTP દાખલ કરો. તમારો ક્લેમ ફાઈલ થઇ જશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.