PM કિસાન 10મો હપ્તો: રાજ્ય સરકાર દ્વારા મંજૂર, હવે ટૂંક જ સમયમાં આવશે હપ્તો, ફાટફાટ તમારું સ્ટેટસ ચેક કરો

PM કિસાન 10મો હપ્તો: રાજ્ય સરકાર દ્વારા મંજૂર, હવે ટૂંક જ સમયમાં આવશે હપ્તો, ફાટફાટ તમારું સ્ટેટસ ચેક કરો

PM કિસાન 10મો હપ્તો: PM કિસાન સન્માન નિધિ યોજનામાં જોડાયેલા ખેડૂતોના ખાતામાં અત્યારસુધીમાં 9 હપ્તા જમા કરી દેવામાં આવ્યા છે અને હવે ખેડૂતો 10માં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ત્યારે 10માં હપ્તાને લઈને PM કિસાન યોજનાના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યાં છે.

રાજ્ય સરકારે આપી મંજૂરી: કેન્દ્ર સરકાર PM કિસાનનો 10મો હપ્તો આગામી 15 ડિસેમ્બરથી ખેડૂતોના ખાતામાં સીધો જ ટ્રાન્સફર કરશે જે અગાઉ પણ સમાચાર વહેતાં હતાં ત્યારે હવે આતુરતાનો અંત આવી ગયો છે કારણકે રાજ્ય સરકારો દ્વારા Rft પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યાં છે અને હવે માત્ર કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે જે એક-બે દિવસમાં જાણ થઈ જશે. ત્યારે હજી અમુક રાજ્યોમાં Rft પર હસ્તાક્ષર નથી થયાં તો તે પણ જલ્દી થઈ જશે.

તમારું સ્ટેટસ જાતેજ ચકાશો: દોસ્તો, જ્યારે તમે PM કિસાનની વેબસાઈટ પર તમારું સ્ટેટસ ચેક કરો છો ત્યારે તમને waiting for approval by state અથવા Rft signed by state government કે પછી FTO is Generated and Payment confirmation is pending જેવા સ્ટેટ્સ જોવા મળશે જેમાં તમને કંઈ જ ખબર હોતી નથી. તો આ ત્રણેય સ્ટેટસ વિશે આપણે જાણી લઈએ.

1) waiting for approval by state: હવે જો દોસ્તો તમારા સ્ટેટસમાં waiting for approval by state લખેલું જોવા મળે છે તો તેનો અર્થ એમ થયો કે તમારો હપ્તો આવવામાં વિલંબ થયો છે અને હજી સુધી રાજ્ય સરકારે તમારો ડેટા ચકાસ્યો નથી અને તેને મંજૂરી આપી નથી. રાજ્ય સરકાર તમારો ડેટા ચકાસવામાં  વિલંબ કરી રહી છે.

2) Rft signed by state for 10th installment: જો તમારા સ્ટેટસમાં Rft signed by state for 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th installment લખેલું જોવા મળે છે તો તેનો મતલબ એમ થયો કે રાજ્ય સરકાર દ્વારા Rft પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે. અહીં RFt એટલે કે Request For Transfer થાય છે. તો આમ રાજ્ય સરકાર દ્વારા તમારો ડેટા ચકાસીને મંજૂરી આપવામાં આવી છે.

3) FTO is Generated and Payment confirmation is pending: જો તમારા સ્ટેટસમાં FTO is Generated and Payment confirmation is pending જોવા મળે છે તો એનો મતલબ એમ થયો કે ટૂંક જ સમયમાં હપ્તો તમારા બેન્કમાં ટ્રાન્સફર થઈ જશે. જેમાં FTO એટલે Fund transfer order થાય છે. જેને જનરેટ કરવામાં આવ્યો છે અને તમારા તમારા હપ્તાના પૈસા પણ તૈયાર છે જે ટૂંક સમયમાં તમારા ખાતામાં આવી જશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.