PM કિસાન સન્માન નિધિ: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનારા નાગરિકો માટે છે આ સમાચાર. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 11મો હપ્તો રિલીઝ થવાનો છે. આ હપ્તો મેળવવા માટે ખેડૂતોએ 'e-KYC' કરાવવાનું રહેશે. એટલે કે, હવે ખેડૂતોએ 11મા હપ્તા માટે ઘણા નવા નિયમો સાથે અરજી કરવાની રહેશે. આ અરજી કરવાની રીત નીચે મુજબ છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, મોદી સરકાર દેશના નાના અને સીમાંત ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા સીધા ટ્રાન્સફર કરે છે. સરકાર આ નાણાં ખેડૂતોને ત્રણ હપ્તામાં આપે છે. દરેક હપ્તામાં ખેડૂતોને 2,000 રૂપિયા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજનાના 10 હપ્તા ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ખેડૂતોને 11મો હપ્તો એપ્રિલ મહિનામાં આપવામાં આવશે.
E-KYC જરૂરી
ભારત સરકારની આ યોજનાના લાભાર્થીઓએ 'e-KYC' કરવું ફરજિયાત છે. આ મહત્વપૂર્ણ કામ માટે તમારે બહાર જવાની જરૂર નથી કારણ કે તમે તેને ઘરે બેઠા તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે લેપટોપથી પણ કરી શકો છો. આ ઉપરાંત તમે બાયોમેટ્રિક પ્રમાણીકરણ માટે નજીકના CSC કેન્દ્રની મુલાકાત પણ લઇ શકો છો.
E-KYC કરવાની પ્રક્રિયા
1. સૌથી પહેલા https://pmkisan.gov.in/ સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
2. જેમાં કિસાન કોર્નર વિકલ્પમાં 'e-KYC' લિંક પર ક્લિક કરવાનું રહેશે.
3. ત્યારબાદ તેમાં તમારો આધાર નંબર દાખલ કરી, સર્ચ વિકલ્પ પર ક્લિક કરવું
4. જેમાં જરૂરી માહિતી પુછવામાં આવેલી હશે તે દાખલ કરવી
5. ત્યારબાદ સબમિટ વિકલ્પ પર ક્લિક કરવાથી આ પ્રક્રિયા પૂર્ણ થશે.
ખેડૂત ભાઈઓ આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરી લેજો અને Khissu નાં ફેસબુક પેજ ને follow કરી દેજો.