કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ (PM KISAN SAMMAN NIDHI) યોજના અંતર્ગત 8 મો હપ્તો આપવામાં આવશે. આ યોજનામાં વર્ષદીઠ 6000 રૂપિયા ની સહાય ખેડૂતોને આપવામાં આવે છે. સરકારે અત્યાર સુધીમાં કુલ 7 હપ્તા આપી ચૂકી છે. જો તમારે પણ આ યોજનાનો લાભ લેવો છે તો નિયમોનું પાલન કરવું પડશે. આ યોજનાનો લાભ એને જ મળે છે જેના નામે જમીન હોય, પરંતુ થોડા સમય પહેલાં સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે.
આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ખેડૂતોને 6000 રૂપિયા બે-બે હજારના ના ત્રણ હપ્તા માં આપવાનું કામ કરે છે. જેથી વર્ષનો પ્રથમ હપ્તો 1 એપ્રિલ થી 31 જુલાઈ સુધીમાં ખેડૂતોમાં ખાતામાં જમાં થઈ જાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ 31 એપ્રિલ 2021 પહેલા દેશનાં ખેડૂતોને 8મો હપ્તો મળી જશે એટલે કે હોળી તહેવાર ની આજબાજુ 8મો હપ્તો આપવામાં આવશે. આ વખતે જ્યારે 8મો હપ્તો આપવામાં આવશે એ પહેલા એ ખેડૂતોનું નામ લીસ્ટ માંથી બહાર કરવામાં આવશે જેને ફોર્મમાં ગેરરીતિ અપનાવી રહ્યા છે.
આ વખતે આધાર કાર્ડ વેરીફીકેશન કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે આ વખતે ખેડૂતોના આધાર વેરીફીકેશન કરવામાં આવશે અને જો તેમાં કોઈપણ વિગત ખોટી હશે તો તેને આ યોજના અંતર્ગત રૂપિયા આપવામાં આવશે નહિ. જો તમારા આધાર માં કોઈ ભૂલ છે તો તેને 31 માર્ચ પહેલા સુધારી લેજો, નહિતર તમને 8મો હપ્તો મળવા પાત્ર રહેશે નહિ.
જાણો આ વખતે કોણ કોણ લાભ નહિ લઈ શકે.
(1) ખેતરમાં મજૂરી કરતા ખેડૂતોને આ યોજનાનો લાભ નહિ મળે.
(2) સરકારી અથવા નિવૃત્ત અધિકારી ને આ યોજનાનો લાભ નહીં મળે.
(3) પૂર્વ મંત્રી, સાંસદ કે વિધાયક ને આ યોજનાનો લાભ નહિ મળે.
(4) પ્રોફેશનલ રજીસ્ટર ડોકટર, એન્જિનિયર, વકીલ, સી.એ. ને આ લાભ નહિ મળે.
(5) ઇન્કમ ટેક્સ આપવા વાળા પરિવાર ને પણ આ યોજનાનો લાભ નહીં મળે.
(6) 10 હજાર થી વધુ પેન્શન લેવા વાળા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ નહિ મળે.
(7) ખેતીની જમીનને બીજા કામ માટે વપરાશ કરતા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ નહિ મળે.
આ યોજના અંતર્ગત ફોર્મની અંદર જો કોઈપણ ડોક્યુમેન્ટ માં ભૂલ હોય તો તમે https://pmksan.gov.in/ પર જઈને સુધારી શકો છો અને તમારું નામ લિસ્ટમાં છે કે નહિ તે પણ જાણી શકો છે.