PM કિસાન યોજનામાં તમારો હપ્તો કેમ નથી આવ્યો?, જાણો તમારા ગામમાં કોને કોને હપ્તો આવી ગયો, તમારું નામ આ યોજનામાં છે કે નહીં જાતે જ ચકાસો

PM કિસાન યોજનામાં તમારો હપ્તો કેમ નથી આવ્યો?, જાણો તમારા ગામમાં કોને કોને હપ્તો આવી ગયો, તમારું નામ આ યોજનામાં છે કે નહીં જાતે જ ચકાસો

સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવેલી PM કિસાન યોજનામાં ખેડૂતોને દર વર્ષે ૬૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ ૬૦૦૦ રૂપિયાને ૨-૨ હજારના ત્રણ હપ્તા દ્વારા ચુકવવાની જોગવાઈ કરવામાં આવી છે. PM કિસાન યોજનામાં અત્યાર સુધીમાં લગભગ ૧૧.૫૨ કરોડ ખેડૂતો જોડાઈ ગયા છે. જો ત્રણ હપ્તાની વાત કરીએ તો પ્રથમ હપ્તો જુલાઈ મહિનામાં, બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર મહિનામાં અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ મહિનામાં ચુકવવામાં આવે છે. જેમાં આ વર્ષે ડિસેમ્બર થી માર્ચ મહિનાનો હપ્તો ઘણા ખેડૂતોમાં પહોંચી ચુક્યો છે તો ઘણા ખેડૂતો હજી રાહ જોઇને બેઠા છે. એવામાં ખેડૂતોને ખ્યાલ નથી આવતો કે તેના પૈસા ક્યાં અટકાયા છે અને શા માટે અટકાયા છે ? તો તમને જણાવી દઈએ કે તમે એ બધું ચેક કરી શકો છો કે તમારો હપ્તો ક્યાં અટક્યો છે, કોને-કોને હપ્તો મળ્યો છે, ક્યારે-ક્યારે મળ્યો છે વગેરે.

સૌપ્રથમ તો જાણી લો કે તમારું નામ આ યોજના માં છે કે નહીં ...

૧) સૌપ્રથમ તમારા મોબાઇલ કે ડેસ્કટોપ પર pmkisan.gov.in વેબસાઇટ ખોલો.

૨) ત્યારબાદ તેમાં 'Farmer Corner' ઓપ્શન પર ક્લિક કરો.

૩) ત્યારબાદ તેમાં 'Beneficiary List' ઓપ્શન પર ક્લિક કરો.

૪) હવે પોતાનું રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામનું નામ દાખલ કરો.

૫) હવે નીચે રહેલા 'Get Report' બટન પર ક્લિક કરો અને તમારા ગામની આખી યાદી ખુલશે જેમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકશો.

હવે જાણો કોને-કોને પૈસા મળી ચુક્યા છે, કેટલા ખેડૂતોને બાકી છે અને કોને કોને પૈસા અટક્યા છે અને શા માટે અટક્યા છે.

૧) સૌપ્રથમ https://pmkisan.gov.in/ પોર્ટલ પાર જાવ. અહીં payment success નું ટેબ દેખાશે જેમાં Dashboard નામનો ઓપ્શન હશે તેમ ક્લિક કરો.

૨) ત્યારબાદ village dashboard નું એક પેજ ખુલશે જેમાં તમારું રાજ્ય,જિલ્લો,તાલુકો અને ગામ સિલેક્ટ કરવાનું રહેશે અને પછી show બટન ક્લિક કરવાનું રહેશે.

૩) હવે તમને સંપૂર્ણ જાણકારી મળશે જેમાં તમારા ગામના કેટલા ખેડૂતો આ ફોર્મ ભર્યું છે, કેટલા ખેડૂતોનું ફોર્મ રિજેક્ટ થયું છે અને શા માટે રિજેક્ટ થયું છે, કોને કોને પૂરો હપ્તો મળી ચુક્યો છે, કોને કોને બાકી છે આ બધું જ અહીં જાણી શકશો.

હવે જાણો કે અત્યારસુધીમાં તમને કેટલા હપ્તા મળી ચુક્યા છે.

૧) સૌપ્રથમ https://pmkisan.gov.in/ ની વેબસાઈટ ખોલો. તેમાં Farmer corner નું ટેબ હશે.

૨) તેમાં 'Beneficiary Status' ઓપ્શન પર ક્લિક કરો એટલે એક નવું પેજ ખુલશે.

૩) હવે અહીં તમારો આધાર નંબર, બેન્ક એકોઉન્ટ નંબર કે મોબાઇલ નંબર માંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો.

૪) ત્યારબાદ પસંદ કરેલા વિકલ્પ મુજબ નંબર દાખલ કરો અને પછી 'Get Data' ઓપશન ક્લિક કરો.જેથી તમને તમારા અત્યારસુધીનાં બધા ટ્રાન્જેક્શન ની માહિતી મળી જશે.