khissu

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉજ્જવલા યોજના 2.0 લોન્ચ કરી, આ વખતે બે વસ્તુ ફ્રીમાં મળશે, જાણો સંપૂર્ણ માહિતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે રાત્રે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તરપ્રદેશનાં મહોબામાં LPG ગેસ કનેક્શન આપીને ઉજ્જવલા 2.0 (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના) લોન્ચ કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે.

વર્ષ 2016 માં લોન્ચ થયેલ ઉજ્જવલા 1.0 દરમિયાન બીપીએલ પરિવારોની 5 કરોડ મહિલાઓને LPG ગેસ કનેક્શન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ એપ્રીલ 2018 માં યોજનાનું વિસ્તરણ કરવામાં આવ્યું જેથી વધુ સાત કેટેગરી માંથી મહિલાઓનો સમાવેશ કરી શકાય. આ સાત કેટેગરીમાં SC/ST, PMAY,AAY, નિચલી જાતિના લોકો, વનવાસી, તેમજ લક્ષ્ય દ્વીપ  સમાવેશ કરવામાં આવ્યો. આ ઉપરાંત 8 કરોડ LPG કનેક્શન નો લક્ષ્યાંક સુધારી દેવામાં આવ્યો હતો. આ લક્ષ્ય ઓગસ્ટ 2019 માં સાત મહિના પહેલા જ પ્રાપ્ત થયો હતો.

આ પણ વાંચો: પીએમ ઉજ્જવલા યોજના ૨૦૨૧-૨૨: ગેસ કનેક્શન માટે સરકાર આપે છે રૂ.૧૬૦૦ ની સહાય

તે સિવાય નાણાકીય વર્ષ 2021-22 નાં બજેટમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ  વધારાના LPG કનેક્શન આપવાની ની જાહેરાત કરવામાં આવી હતી. આ એક કરોડ વધારાના PMUY કનેક્શનનો લક્ષ્યાંક ઓછી આવક ધરાવતાં પરિવારોને LPG કનેક્શન આપવાનો છે. જે અગાઉની યોજના અંતર્ગત ઉપલબ્ધ ન હતા.

સ્ટોવ સાથે ફ્રી ફર્સ્ટ રિફિલ અને ડિપોઝિટ ફ્રી ગેસ કનેક્શન ઉપરાંત, આ સ્કીમના નવા ફોર્મમાં ઓનલાઇન અરજી કરવાની જોગવાઈ હશે. ઉજ્જવલા 2.0 માં લોકોને રેશનકાર્ડ કે એડ્રેસ પ્રૂફ જમાં કરાવવાનની જરૂર રહેશે નહિ. આ કાર્યક્રમ દરમિયાન ઉત્તરપ્રદેશનાં પેટ્રોલિયમ મંત્રી અને મુખ્યમંત્રી પણ હાજર રહેશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.