khissu

લ્યો હવે માર્કેટમાં આવ્યું પતંજલિનું ક્રેડિટ કાર્ડ, બાબા રામદેવે કર્યું લોન્ચ

પંજાબ નેશનલ બેંક (PNB) એ પતંજલિ આયુર્વેદ લિમિટેડ સાથે સંકલન કર્યું છે. જેમાં તેઓએ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારીમાં કો-બ્રાન્ડેડ કોન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યુ છે. જેનંય નામ છે,"PNB પતંજલિ ક્રેડિટ કાર્ડ"

NCPI ના RuPay પ્લેટફોર્મ પર આ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ઓફર કરવામાં આવે છે. આ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડના બે પ્રકાર છે - 1.PNB RuPay Platinum અને 2.PNB RuPay Select. જો તમારે આ બે માંથી કોઇપણ કાર્ડનો લાભ લાવો હોય તો તે વિશે વિગતવાર માહિતી જાણી લો.

કાર્ડની ખાસિયત
કો-બ્રાન્ડેડ કાર્ડ PNB RuPay પ્લેટિનમ અને PNB RuPay સિલેક્ટ દ્વારા તમને ઘણો ફાયદો થશે. આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમે રોજિંદી પતંજલિ પ્રોડક્ટની ખરીદી પર કેશબેક રિવોર્ડ્સ, લોયલ્ટી પોઈન્ટ્સ, ઈન્સ્યોરન્સ કવર વગેરે જેવા ઘણા ફાયદાઓ મેળવી શકો છો. તેમજ આ કાર્ડ દ્વારા રૂ. 2,500થી વધુના વ્યવહારો માટે 2 ટકા સુધીનું કેશબેક પણ આપવામાં આવશે. જોકે, પતંજલિ સ્ટોર્સના પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર રૂ. 50ની મર્યાદા પણ છે.
     
300 રિવાર્ડ પોઈન્ટ્સનું સ્વાગત બોનસ
કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ PNB RuPay પ્લેટિનમ અને PNB RuPay સિલેક્ટ કાર્ડધારકોને કાર્ડ સક્રિય થવા પર 300 રિવોર્ડ પોઈન્ટ્સનું સ્વાગત બોનસ મળશે. આ ઉપરાંત, ગ્રાહકોને મફતમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લાઉન્જ એક્સેસ, કાર્ડ મેનેજમેન્ટ માટે PNB ની મોબાઇલ એપ્લિકેશન દ્વારા એડ-ઓન કાર્ડ સુવિધા મળશે. રોકડ એડવાન્સ, EMI અને ઓટો ડેબિટ સુવિધાઓ ઉપરાંત, ખર્ચ પર આકર્ષક રિવોર્ડ પોઈન્ટ્સ પણ ઉપલબ્ધ હશે.

વીમા કવચ સાથે
PNB RuPay પ્લેટિનમ અને PNB RuPay સિલેક્ટ કાર્ડ્સ આકસ્મિક મૃત્યુ અને અપંગતા પર અનુક્રમે કુલ રૂ. 2 લાખ અને રૂ. 10 લાખનું વીમા કવચ ઓફર કરે છે. PNB RuPay પ્લેટિનમ કાર્ડ રૂ. 25,000 થી રૂ. 5 લાખની ક્રેડિટ લિમિટ ઓફર કરે છે અને PNB RuPay સિલેક્ટ કાર્ડ રૂ. 50,000 થી 10 લાખની ક્રેડિટ લિમિટ ઓફર કરે છે.

PNB RuPay પ્લેટિનમ કાર્ડ પર વાર્ષિક 500 રૂપિયાનો ચાર્જ છે, જ્યારે PNB RuPay સિલેક્ટ કાર્ડ પર 750 રૂપિયાનો વાર્ષિક ચાર્જ છે. જો કે, આ કાર્ડનો ઉપયોગ વર્ષના દર ત્રિમાસિક ગાળામાં ઓછામાં ઓછો એક વખત કરવામાં આવે તો વાર્ષિક ફી માફ કરવામાં આવશે.

શું કહ્યું આચાર્ય બાલકૃષ્ણને
આચાર્ય બાલકૃષ્ણ કે જેઓ પતંજલિ આયુર્વેદ લિ. ના એમડી છે. તેઓ જણાવે છે કે, “આ ભાગીદારીનો તાલમેલ ખાસ કરીને Tier 2 અને Tier 3 માર્કેટમાં વપરાશકર્તાઓમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. અન્ય લાભો પૈકી, સૌથી મહત્વની વિશેષતા એ છે કે પતંજલિ ઉત્પાદનો પર 20-50 દિવસ માટે વ્યાજમુક્ત ખરીદી પણ કરી શકાય છે."