RTI દ્વારા એક મોટો ખુલાસો થયો છે કે સાર્વજનિક ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank- PNB) એ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન બચત ખાતામાં મિનિમમ ડિપોઝિટ ન જાળવવા બદલ સંબંધિત ગ્રાહકો પાસેથી 170 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન, બેંકે આવા ચાર્જમાંથી 286.24 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
પીએનબી ત્રિમાસિક ધોરણે સરેરાશ ન્યૂનતમ રકમની ગણતરી કરે છે. દરરોજ બેંક બંધ થવાના સમયે ખાતામાં મિનિમમ બેલેન્સ હોવું જોઈએ. મધ્યપ્રદેશના નીમચમાં રહેતા સામાજિક કાર્યકર ચંદ્રશેખર ગૌરે જણાવ્યું કે તેમને માહિતી અધિકાર (Right to Information- RTI) હેઠળ PNB પાસેથી આ માહિતી મળી છે.
ચંદ્રશેખર ગૌરની આરટીઆઈ અરજી પર પીએનબી દ્વારા મોકલવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે નાણાંકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન) માં 35.46 કરોડ રૂપિયા, ત્રીજા ક્વાર્ટરમાં 48.11 કરોડ રૂપિયા અને છેલ્લા ત્રણ મહિનામાં (જાન્યુઆરી-માર્ચ) દંડ તરીકે 86.11 કરોડ રૂપિયા દંડ વસૂલ્યો છે જે કુલ મળીને 170 કરોડ રૂપિયા આસપાસ દંડ વસૂલ્યો છે. જ્યારે બીજા ક્વાર્ટરમાં બેન્કે કોઈ દંડ વસૂલ્યો નથી.
આ ઉપરાંત, પીએનબીએ નાણાકીય વર્ષ દરમિયાન એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ તરીકે રૂ. 74.28 કરોડની કમાણી કરી હતી. અગાઉ 2019-20માં આ કમાણી 114.08 કરોડ રૂપિયા હતી.
બેંકે કહ્યું કે તેણે આઇબીએ પત્ર અને સરકારી માર્ગદર્શિકા દ્વારા 2020-21ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ માફ કરી દીધો છે.
હોમ લોન સસ્તી કરી.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (State Bank of India- SBI) અને બેન્ક ઓફ બરોડા (Bank of Baroda- BOB) એ તહેવારોની સિઝનની ઓફર જાહેર કર્યાના એક દિવસ પછી, પંજાબ નેશનલ બેન્ક (PNB) એ પણ તેના તહેવાર બોનાન્ઝા ઓફરની જાહેરાત કરી. આ ઓફર હેઠળ, PNB એ 50 લાખથી વધુની હોમ લોન પર વ્યાજ દર 0.50 ટકા ઘટાડીને 6.60 ટકા કર્યો છે. પીએનબીએ જણાવ્યું હતું કે તેઓ સર્વિસ ચાર્જ, પ્રોસેસિંગ ફી અને હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન, પેન્શન લોન અને ગોલ્ડ લોન પર દસ્તાવેજીકરણ ફીમાં સંપૂર્ણ મુક્તિ આપી ચૂક્યા છે. PNB એ બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલ રેપો આધારિત ધિરાણ દર (RLLR) 0.25 ટકા ઘટાડીને 6.55 ટકા કર્યો છે.
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.