જો તમારું એકાઉન્ટ પંજાબ નેશનલ બેંકમાં છે અને તમે બેંકના ડેબિટ (ATM) કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. PNB તેના ગ્રાહકો માટે ડેબિટ કાર્ડ (Debit Card) પર 2 લાખ રૂપિયા સુધીનો લાભ લાવ્યું છે. બેંકે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. બેંકે કહ્યું કે ગ્રાહકોને PNB Rupay Platinum Debit Card પર ઘણા ફાયદા મળશે.
PNBએ ટ્વીટ કરીને આપી માહિતી
પીએનબીએ ટ્વીટમાં લખ્યું કે, શું તમે પણ વીકએન્ડની રાહ જોઈ રહ્યા છો? તમને RuPay પ્લેટિનમ ડેબિટ કાર્ડમાં ઘણા ફાયદા મળે છે. તો તરત જ આ ઓફર અને આ કાર્ડનો લાભ લો. તમને જણાવી દઈએ કે બેંક તમને PNB Rupay Platinum ડેબિટ કાર્ડ પર નીચેના લાભ આપી રહી છે.
PNB Rupay Platnium કાર્ડના લાભો
- ગ્રાહકોને ફ્રી એરપોર્ટ લોજ એક્સેસ મળશે
- Amazon અને Swiggy પર 20% સુધીની છૂટ
- 2 લાખ સુધીનો મફત અકસ્માત વીમો
- વિશિષ્ટ મરચન્ટ ઑફર્સ
- 24/7 Concierge Services
કાર્ડ્સની વધુ માહિતી વિશે જાણો
આ કાર્ડના ફાયદાઓ વિશે વધુ માહિતી મેળવવા માટે, તમે https://www.rupay.co.in/our-cards/rupay-debit/rupay-platinum લિંકની મુલાકાત લઈ શકો છો. અહીં તમને આ કાર્ડમાં મળતી તમામ ઑફર્સ વિશે માહિતી મળશે.
બેંક વિવિધ પ્રકારના કાર્ડ બહાર પાડે છે
આ કાર્ડ સિવાય પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોને બીજા ઘણા કાર્ડ પણ મળે છે. તમને જણાવી દઈએ કે, બેંક ગ્રાહકોને તમામ પ્રકારના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પ્રદાન કરે છે. તમને એ પણ જણાવી દઈએ કે ગ્રાહકોને તમામ કાર્ડ્સ પર અલગ-અલગ ઑફર્સ મળે છે.
બેંક આ ખાસ સુવિધા પણ આપે છે.
આ સિવાય PNB નોકરી કરનાર લોકો માટે વિશેષ ખાતાની સુવિધા આપે છે, જેના હેઠળ તમને સંપૂર્ણ 3 લાખ રૂપિયાનો લાભ મળે છે. PNB ના આ ખાતાનું નામ MySalary Account (PNB MySalary Account) છે. બેંકે આ ખાતું ખાસ પગારદાર લોકો માટે બનાવ્યું છે. આ સિવાય તેને 4 કેટેગરીમાં વહેંચવામાં આવી છે. સિલ્વર, ગોલ્ડ, પ્રીમિયમ અને પ્લેટિનમ કેટેગરીઝ.