પ્રીમિયમ ન ચૂકવવાને કારણે પોલિસી બંધ? હવે 'ડિસ્કાઉન્ટ'માં શરૂ કરવાની LICની ઓફર

પ્રીમિયમ ન ચૂકવવાને કારણે પોલિસી બંધ? હવે 'ડિસ્કાઉન્ટ'માં શરૂ કરવાની LICની ઓફર

જો તમારી પાસે ભારતીય જીવન વિમા નિગમની પૉલિસી હતી, જે લેપ્સ અથવા બંધ થઇ ગઇ છે, તો તમારી પાસે તેને ફરીથી ચાલુ કરવાની શાનદાર તક છે. એલઆઈસીએ બંધ થયેલી વ્યક્તિગત વીમા પૉલિસીઓને ફરીથી શરૂ કરવા માટે એક અભિયાન શરૂ કર્યુ છે, જે અભિયાન બુધવારથી ચાલુ થયુ છે. એલઆઈસીએ જણાવ્યું હતું કે યુનિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન્સ (યુલિપ) સિવાયની તમામ પોલિસીને વિલંબિત ફીની માફી સાથે વિશેષ ઝુંબેશ હેઠળ ફરી શરૂ કરી શકાય છે. આ અભિયાન 17 ઓગસ્ટ 2022થી શરૂ થયું છે અને 21 ઓક્ટોબર 2022 સુધી ચાલશે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાએ નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી, જમા નાણાં પર મળશે 6% વ્યાજ

માઇક્રો ઇનસ્યોરન્સ પોલિસી માટે લેટ ફી પર 100% ડિસ્કાઉન્ટ
નિવેદન અનુસાર, ULIP સિવાયની તમામ પોલિસીને અમુક શરતોને આધીન પ્રથમ પ્રીમિયમમાં ડિફોલ્ટ થયાની તારીખથી 5 વર્ષની અંદર ફરી શરૂ કરી શકાય છે. વીમા કંપનીએ કહ્યું કે માઇક્રો ઇન્સ્યોરન્સ પોલિસી માટે લેટ ફી પર 100% રિબેટ આપવામાં આવશે, જેથી જોખમને કવર કરી શકાય.

આ ઝુંબેશ એવા પોલિસીધારકોના લાભ માટે શરૂ કરવામાં આવી છે જેઓ કોઈપણ કારણસર પ્રીમિયમ ચૂકવવામાં સક્ષમ ન હતા અને તેમની પોલિસી બંધ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ કરો, તમને 1.5 લાખ રૂપિયા મળશે

લેટ ફી માફીનો લાભ લો
LIC અનુસાર, 1 લાખ રૂપિયા સુધીના કુલ પ્રીમિયમ માટે લેટ ફીમાં 25% છૂટ આપવામાં આવશે. મહત્તમ મુક્તિ મર્યાદા રૂ. 2,500 છે. તે જ સમયે, 1 થી 3 લાખ રૂપિયાના પ્રીમિયમ માટે, મહત્તમ છૂટ 3,000 રૂપિયા છે. તેવી જ રીતે, 3 લાખ રૂપિયાથી વધુના પ્રીમિયમ પર, 3,500 રૂપિયાની મહત્તમ છૂટ સાથે લેટ ફીમાં 30% રિબેટ મળશે.