પોલિયો રવિવાર : બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાને બદલે સેનેટાઈઝર પીવડાવી દીધું

પોલિયો રવિવાર : બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાને બદલે સેનેટાઈઝર પીવડાવી દીધું

આપણે જેને ભગવાન સમાન માનીએ છીએ એવા ડોક્ટરો અને તેના કાર્યકરો ક્યારેક ભૂલ પણ કરી બેસતાં હોય છે એવામાં અમુક સરકારી કાર્યકરો અને આશા વર્કરો આડેધડ વિચાર્યા વગર કામ કરતા હોય છે. જેનો એક દાખલો આજે સામે આવ્યો છે.


હમણાં દેશમાં પોલિયોની રસીકરણ ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પોલિયો એક સમયે આપણા દેશમાં ગંભીર બીમારી હતી જેનો કોઈ ઈલાજ શક્ય નહોતો ત્યારબાદ પોલિયોની રસી મળી આવતા સરકારે પોલિયોનું મિશન હાથ ધર્યું હતું જે અમુક વર્ષોમાં આખા દેશમાંથી નસ્ટનાબુદ કરવાનું સરકારનો ઉદેશ્ય હતો જે પૂરો પણ થઈ ગયો. આજે આપણો દેશ પોલિયો મુક્ત બની ગયો છે અને આગળ પણ કોઈ બાળકને પોલિયો ના થાય તે માટે અગાઉથી જ પોલિયો ના ટીપાં પીવડાવવામાં આવે છે.


મહારાષ્ટ્રમાં આવેલા યવતમાલમાં ચાલી રહેલા પોલિયોના રસીકરણમાં ૫ વર્ષના ૧૨ બાળકોને પોલિયોના ટીપાં આપવાને બદલે સેનેટાઈઝરના ડ્રોપ્સ પીવડાવી દીધા જેથી બાળકોની તબિયત બગડી ગઈ હતી અને તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, હાલ બારેય બાળકોનું સ્વાસ્થ્ય સારું છે.


આ મામલે બાળકોના માતા-પિતાએ ફરિયાદ કરી હતી. મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શશીકાંત પંચાલને ઘટનાની જાણ થતાં હોસ્પિટલમાં આ ઘટના મુદ્દે તપાસ કરી હતી જેમાં હોસ્પિટલે પણ આ ભૂલને સ્વીકારી હતી અને આ ઘટના પાછળ જવાબદાર ડોક્ટર, આશા વર્કર અને અન્ય એક હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરી દીધા છે.