ઘણાં લોકોના ખાતા પોસ્ટ ઓફિસમાં હશે. જો તમે પોસ્ટ ઓફિસમાં તમારું ખાતું ખોલાવ્યું છે, તો આ તમારા માટે કામના સમાચાર છે. પોસ્ટ ઓફિસમાં (saving account) બચત ખાતાને લગતા નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિયમો આ મહિના થી શરૂ કરવામાં આવ્યા છે. પોસ્ટ ઓફિસ દ્વારા આ માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
નવા નિયમ હેઠળ, 1 ઓક્ટોબરથી એટીએમ કાર્ડ પરના ચાર્જ બદલાયા છે. એટીએમ પર કરવામાં આવતા નાણાકીય અને બિન-નાણાકીય ટ્રાન્જેક્શન એક મહિનામાં મર્યાદિત કરવામાં આવ્યા છે. હવે એટીએમ અને ડેબિટ કાર્ડ પર વાર્ષિક મેઈનટેન્સ ફી 125 રૂપિયા પ્લસ જીએસટી હશે.
આ સિવાય, પોસ્ટ ઓફિસ હવે તેના ગ્રાહકો પાસેથી એસએમએસ એલર્ટ માટે પણ ચાર્જ લેશે. જેમાં ગ્રાહકોને મોકલવામાં આવેલા એસએમએસ માટે 12 રૂપિયા પ્લસ જીએસટી વસૂલવામાં આવશે.
જો તમારી પાસે (saving account) બચત ખાતું છે, તો તમારે મિનિમમ બેલેન્સ (minimum balance) જાળવવું પણ જરૂરી રહેશે. આ સાથે, જો એટીએમ અથવા પીઓએસ ટ્રાન્ઝેક્શન બેલેન્સને ઓછું હશે તો તમારે તેના માટે 20 રૂપિયા ઉપરાંત જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.
હવે જો તમારું એટીએમ કાર્ડ ખોવાઈ જાય તો તમારે બીજા ડેબિટ કાર્ડ માટે 300 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય, જો તમારો એટીએમ પિન ખોવાઈ જાય, તો તમારે બીજા પિન માટે પણ ચૂકવણી કરવી પડશે. આ માટે તમારે 50 રૂપિયા સાથે જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.
અન્ય મહત્વનો એક ચાર્જ વસૂલવામાં આવ્યો છે, જેમાં બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાં એક મહિનામાં 5 ટ્રાન્ઝેક્શન માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહિ, પરંતુ તે પછી દરેક ટ્રાન્ઝેક્શન માટે 10 રૂપિયા ઉપરાંત જીએસટી વસૂલવામાં આવશે.
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.