વર્તમાન સમયમાં લોકો બચત કરવાને લઈને ઘણા જાગૃત બન્યા છે. કારણ કે આજે કરેલી બચત નિવૃત્તિના સમયે બહુ કામની સાબિત થાય છે. હાલમાં ઘમી બચત યોજના બજારમાં ચાલી રહી છે. આજે અમે તમને એવી જ એક બચત યોજના વિશે જણાવીશું જેમા તમે રોકાણ કરીને સારી વળતર મેળવી શકો છે. આ યોજનામાં જો તમે પણ દરરોજ 50 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 35 લાખ પણ મળી શકશે. જી હા દોસ્તો, આવી જ સરકારી યોજના છે.
નોંધનિય છે કે, પોસ્ટ ઓફિસમાં રોકાણ સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, કારણ કે પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ સરકારી યોજનાઓ છે. આ કારણે તેમાં જોખમ ઓછું હોય છે. તેથી લોકો તેમા વધુ રોકાણ કરે છે. આ ઉપરાંત જો તમે સમજદારીપૂર્વક રોકાણ કરો છો તો પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ પણ તમને સારૂ વળતર પણ આપી શકે છે. આ યોજનાઓમાં તમે વગર જોખમે સારૂ વળતર મેળવી શકો છો. જો તમે તમારા રોકાણ પર સારૂ વળતર મેળવવા માગતા હોય તો તમે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરી શકો છો.
આજે આવી જ એક સ્કીમ વિશે માહિતી આપવામાં આવી રહી છે, જેમાં ઓછા જોખમે સારું રિટર્ન આપવામાં આવે છે. આ યોજનાનું નામ છે ગ્રામ સુરક્ષા યોજનામાં. જેમાં ઉંચું વળતર મેળવી શકાય છે. આ સ્કીમમાં ભાગ લેવા માટે તમારે દર મહિને ફક્ત 1500 રૂપિયા જમા કરાવવાના રહેશે. તમને જણાવી દઈએ કે, જો તમે આ રકમ નિયમિત રીતે જમા કરાવતા રહેશો તો તમને ભવિષ્યમાં 31 થી 35 લાખ રૂપિયાનો લાભ થશે.
શું છે પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના
નોંધનિય છે કે, ગ્રામ સુરક્ષા યોજના એક પ્રકારની વીમા યોજના છે. આ યોજનાનો લાભ 19 થી 55 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક લઈ શકે છે. આ યોજનામાં લઘુત્તમ વીમાની રકમ રૂ. 10,000 થી રૂ. 10 લાખ સુધીની છે. તો બીજી તરફ પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ચૂકવી શકાય છે. આ ઉપરાંત પ્રીમિયમની ચુકવણી પર તમને 30 દિવસની રાહત આપવામાં આવે છે. એટલું જ નહીં તમને આ સ્કીમ હેઠળ લોન લેવાની સુવિધા પણ આપવામાં આવે છે. જો કે, કોઈપણ વ્યક્તિ પોલિસી ખરીદ્યાના 4 વર્ષ પછી જ લોન લેવા માટે હકદાર બને છે.