ખેડૂતોના ફાયદાની વાત, આ જબરદસ્ત સ્કીમમાં માત્ર 50 રૂપિયાનું કરો રોકાણ, મળશે 35 લાખ સુધીનું વળતર

ખેડૂતોના ફાયદાની વાત, આ જબરદસ્ત સ્કીમમાં માત્ર 50 રૂપિયાનું કરો રોકાણ, મળશે 35 લાખ સુધીનું વળતર

પોસ્ટ ઓફિસ ઘણી નવી યોજનાઓ સાથે આવતી રહે છે અને તેની મોટાભાગની યોજનાઓ લોકોને પસંદ આવે છે કારણ કે તે લોકોને સારો નફો આપે છે. આજે અમે તમને આવી પોસ્ટ ઓફિસની એક ખાસ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ. આ યોજના ખાસ કરીને ગ્રામજનો માટે આવી છે. તેનું નામ પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના છે. આ સ્કીમ ખૂબ ફેમસ છે. આમાં, ગ્રામીણ લોકોને આર્થિક અને સામાજિક રીતે મદદ કરવામાં આવે છે. તેની સૌથી મહત્વની વાત એ છે કે આમાં તમારે દરરોજ માત્ર 50 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને તેના પર તમને ઉત્તમ વળતર મળશે.

ગ્રામ સુરક્ષા યોજનાનો લાભ કેવી રીતે મેળવવો
આમાં દરરોજ 50 રૂપિયા એટલે કે 1500 રૂપિયા પ્રતિ માસનું રોકાણ કરવું પડશે. જે બાદ આ સ્કીમમાં 31 લાખથી 35 લાખ રૂપિયાનું રિટર્ન મળે છે. જો રોકાણકાર 80 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે, તો તેના નોમિનીને બોનસ સાથે સંપૂર્ણ રકમ મળે છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસમાં રોકાણ કરનારને મોટો ફાયદો, હવે 50 રૂપિયા ભરીને મેળવો પૂરા 35 લાખ! જાણો કેવી રીતે?

કોણ રોકાણ કરી શકે છે?
19 વર્ષથી 55 વર્ષ સુધીનો કોઈપણ ભારતીય નાગરિક ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરી શકે છે. તેમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી 10 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. પ્રીમિયમ ભરવા માટે ઘણા વિકલ્પો પણ આપવામાં આવ્યા છે. રોકાણકારો માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે હપ્તા ચૂકવી શકે છે.

મને પૈસા ક્યારે મળશે?
રોકાણકારને 55 વર્ષમાં 31,60,000 રૂપિયા મળે છે. 58માં રૂ. 33,40,000 અને 60 વર્ષમાં રૂ. 34.60 લાખ અને સંપૂર્ણ રકમ 80 વર્ષ પૂર્ણ થવા પર સોંપવામાં આવે છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસ સ્કીમ કે પછી બેંક એફડી? ક્યાં મળશે વધુ રિટર્ન? જાણો વ્યાજ દરથી લઇને મેચ્યોરિટી સુધીની તમામ વિગતો

ચાર વર્ષ પછી લોન મળે છે
તમે ગ્રામ સુરક્ષા પોલિસી ખરીદ્યા પછી લોન પણ મેળવી શકો છો. પોલિસીની ખરીદીની તારીખથી 4 વર્ષ પછી લોન મેળવી શકાય છે. આ સિવાય, જો પોલિસીની મુદત દરમિયાન પ્રીમિયમ ભરવામાં ડિફોલ્ટ હોય, તો તમે બાકી પ્રીમિયમની રકમ ચૂકવીને તેને ફરીથી શરૂ કરી શકો છો.