પોસ્ટ ઓફિસનું આ ખાતું હવે ઘર બેઠા ખોલાવો, મળશે ડીજીટલ સુવિધાઓ, જાણો કેવી રીતે ખાતું ખોલવું?

પોસ્ટ ઓફિસનું આ ખાતું હવે ઘર બેઠા ખોલાવો, મળશે ડીજીટલ સુવિધાઓ, જાણો કેવી રીતે ખાતું ખોલવું?

પોસ્ટ ઓફિસનું ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) ખાતું ખૂબ જ ફાયદાકારક છે. આ એક ડિજિટલ એકાઉન્ટ છે.  હવે તમે તમારા મોબાઈલ ફોનની મદદથી ઘરેથી આ ખાતું ડિજિટલ રીતે ખોલી શકો છો. બધા આઈપીપીબી ખાતાધારકો આ એપની મદદથી ખૂબ જ સરળતાથી બેઝિક ટ્રાન્જેક્શન કરી શકે છે.  જો તમે દિવસભર વ્યસ્ત છો અને પોસ્ટ ઓફિસ જવા માટેનો સમય નથી રહેતો તો ઘરે બેઠા IPPB એપ ડાઉનલોડ કરીને તમે તેમાંથી ડિજિટલ સેવિંગ ખાતું ખોલી શકો છો.

કોણ ખોલાવી શકે છે ખાતુ: જો તમે IPPB માં ખાતું ખોલવા માંગતા હોવ, તો તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે ડિજિટલ બચત ખાતું 1 વર્ષ માટે માન્ય છે. ખાતું ખોલ્યાના 1 વર્ષમાં તમારે બાયોમેટ્રિક વેરીફીકેશન પૂરું કરવું જરૂરી છે. ત્યાર બાદ  તમારું ખાતું રેગ્યુલર સેવિગ એકાઉન્ટમાં રૂપાંતરિત થશે.

એકાઉન્ટ કેમ ખોલવું: તમારું બચત ખાતું ખોલવા માટે, પહેલા તમારા મોબાઈલ ફોન પર IPPB ની મોબાઈલ બેંકિંગ એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપ ગૂગલ પ્લેસ્ટોર પર સરળતાથી મળી રહેશે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમાં ઓપન એકાઉન્ટ પર ક્લિક કરો. તમને આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર પૂછવામાં આવશે. એપમાં બંને નંબર ભરાયા બાદ તમારા લિંક કરેલા મોબાઇલ નંબર પર એક OTP આવશે. તે પછી તમારે OTP દાખલ કરવો પડશે. આ સ્ટેપ પછી, એપ્લિકેશનમાં તમારી માતાનું નામ, શૈક્ષણિક લાયકાત, સરનામું અને નોમિની વગેરેની વિગતો દાખલ કરવા માટે કહેશે. આ વિગતો ભર્યા પછી, તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારું ખાતું ખુલશે, હવે તમે આ બેંક ખાતાનો ઉપયોગ કરી શકો છો.

IPPB ની સુવિધાઓ: તમે IPPB એકાઉન્ટ દ્વારા ઘણી સેવાઓનો ઉપયોગ કરી શકો છો. આ સાથે UPI પેમેન્ટ પણ શક્ય છે. એવામાં જો તમે પોસ્ટ ઓફિસમાં PPF, RD, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કર્યું છે, તો પછી તમે આ ખાતા દ્વારા મહિને હપ્તા જમા કરાવી શકો છો.

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.