Post Office Scheme: ફકત 100 રૂપિયાનું રોકાણ કરીને મેળવો જબરદસ્ત વળતર, જાણો કઈ છે યોજના

Post Office Scheme: ફકત 100 રૂપિયાનું રોકાણ કરીને મેળવો જબરદસ્ત વળતર, જાણો કઈ છે યોજના

જો તમે પોસ્ટ ઑફિસમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો, તો પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ તમારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. આમાં તમને રોકાણની સાથે અન્ય લાભ પણ મળે છે. તમે માત્ર રૂ. 100થી રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ શરૂ કરી શકો છો. એટલું જ નહીં, આમાં રોકાણની કોઈ મર્યાદા નથી. તમે ઈચ્છો તેટલું રોકાણ કરી શકો છો. આ સિવાય નિયમો અનુસાર જો જરૂર પડે તો તમે આ એકાઉન્ટ પર લોન પણ લઈ શકો છો. આ યોજના હેઠળ, ખાતું ખોલ્યાના પાંચ વર્ષ પછી પાકતી મુદત પૂરી થાય છે. ચાલો તમને પોસ્ટ ઓફિસની અદ્ભુત સ્કીમ વિશે વિગતવાર જણાવીએ. પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ શું છે?

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ દ્વારા, તમે ઓછા પૈસાનું રોકાણ કરીને મોટી રકમ કમાઈ શકો છો. આ સિવાય તમારા પૈસા આમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. આમાંથી તમે દર મહિને માત્ર 100 રૂપિયાનું રોકાણ કરી શકો છો. આમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી, તમે ઈચ્છો તેટલા પૈસા રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ RD ડિપોઝિટ એકાઉન્ટ એ સારી વ્યાજની રકમ સાથે નાના હપ્તાઓ જમા કરાવવા માટે સરકારની ગેરંટીવાળી સ્કીમ છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની સુપરહિટ યોજનામાં દર મહિને મેળવો રેગ્યુલર આવક, જાણો કઇ છે આ સ્કીમ

તમને કેટલું વ્યાજ મળશે?
પોસ્ટ ઓફિસ આરડી ખાતું 5 વર્ષ માટે ખુલ્લું છે. દર ત્રિમાસિક (વાર્ષિક દરે) જમા રકમ પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે. પછી તે દર ત્રણ મહિનાના અંતે ચક્રવૃદ્ધિ વ્યાજમાં ઉમેરવામાં આવે છે. ઈન્ડિયા પોસ્ટ ઓફિસની વેબસાઈટ અનુસાર, હાલમાં RD સ્કીમ પર 5.8% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર તેની તમામ નાની બચત યોજનાઓમાં દર ત્રિમાસિક ગાળામાં વ્યાજ દરની જાહેરાત કરે છે.

10 હજાર રૂપિયાનું રોકાણ કરીને તમને 16 લાખથી વધુ રકમ મળશે
જો તમે પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરો છો, તે પણ 10 વર્ષ માટે, તો તમને મેચ્યોરિટી પર 16,26,476 લાખ રૂપિયા મળશે.

આરડી ખાતાની વિશેષતાઓ
જો તમે સમયસર આરડીનો હપ્તો જમા કરાવતા નથી, તો તમારે લેટ ફી ચૂકવવી પડશે. જો હપ્તો લેવામાં વિલંબ થાય છે, તો તમારે દર મહિને એક ટકા લેટ ફી ચૂકવવી પડશે. આ સાથે, જો તમે સતત 4 હપ્તા જમા નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે. જો કે, જો એકાઉન્ટ બંધ છે, તો તેને આગામી 2 મહિના માટે ફરીથી સક્રિય કરી શકાય છે.