ઘણા લોકો બેંકને બદલે પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવાનું પસંદ કરે છે. બેંકની જેમ પોસ્ટ ઓફિસ પણ તમને એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ અને પાંચ વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ સ્કીમની સુવિધા આપે છે. પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટને ટાઇમ ડિપોઝિટ કહેવામાં આવે છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટમાં અલગ-અલગ કાર્યકાળ માટે અલગ-અલગ વ્યાજ દર હોય છે. રોકાણકારને આમાં ચક્રવૃદ્ધિનો લાભ મળે છે.
આ પણ વાંચો: ઓલ ટાઇમ હાઈ બોલાયા કપાસના ભાવો: 1995 રૂપિયા ઊંચો ભાવ, જાણો તમામ બજારોનાં ભાવ
વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે વ્યાજ
આમાં, વ્યાજ વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે, પરંતુ તેની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. જો તમે એક વર્ષ માટે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટમાં પૈસા ફિક્સ કરો છો, તો તમને 5.50% વ્યાજ દર મળશે. 2 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 5.70%, 3 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 5.80% અને 5 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 6.70%ના દરે વ્યાજ મળે છે. જો તમે પણ પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપોઝિટમાં રોકાણ કરવાનું મન બનાવી લીધું છે, તો તમારે આ માટે પોસ્ટ ઑફિસની મુલાકાત લેવાની જરૂર નથી, તમે તેને ઘરે બેઠા સરળતાથી ખોલી શકો છો.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ ખોલવાની ઓનલાઈન પ્રક્રિયા
- પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ ખોલવાની સુવિધા ઈન્ટ્રા ઓપરેટેબલ નેટબેંકિંગ/ મોબાઈલ બેંકિંગ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
- આ માટે તમારે રજિસ્ટર્ડ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને પોસ્ટ ઓફિસ ઈ-બેંકિંગ (https://ebanking.indiapost.gov.in) પર લોગીન કરવું પડશે.
- આ પછી 'જનરલ સર્વિસિસ'ના ઓપ્શન પર જાઓ અને 'સર્વિસ રિક્વેસ્ટ' પર જાઓ અને તેને ક્લિક કરીને ઓપન કરો.
- આ પછી, 'ન્યૂ રિક્વેસ્ટ'ના વિકલ્પ પર જાઓ અને ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવા માટે અરજી કરો.
- દરમિયાન, તમારે કેટલાક દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર પડશે જેમ કે- એક્ટિવ સેવિંગ્સ એકાઉન્ટ, પાન કાર્ડ, કેવાયસી ડોક્યુમેન્ટ્સ, એક્ટિવ ડીઓપી એટીએમ અથવા ડેબિટ કાર્ડ અને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વગેરે.
- અરજીની તમામ પ્રક્રિયાને અનુસરો. આપેલ માહિતીની ચકાસણી કર્યા પછી, તમારું ખાતું ખોલવામાં આવશે.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડાએ FDના દરમાં 100 બેસીસ પોઇન્ટનો વધારો કર્યો, હવે ગ્રાહકોને મળશે બમ્પર વળતર
ઑફલાઇન એકાઉન્ટ કેવી રીતે ખોલવું
ઑફલાઇન ખાતું ખોલવા માટે, તમારે બધા જરૂરી દસ્તાવેજો સાથે નજીકની પોસ્ટ ઑફિસ શાખામાં જવું પડશે. ત્યાં તમને સંબંધિત અધિકારી પાસેથી પોસ્ટ ઓફિસ એફડી ખોલવા માટે તમામ જરૂરી માહિતી મળશે. તેને અનુસરીને, તમે ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ ખોલી શકો છો.