ઓલ ટાઇમ હાઈ બોલાયા કપાસના ભાવો: 1995 રૂપિયા ઊંચો ભાવ, જાણો તમામ બજારોનાં ભાવ

ઓલ ટાઇમ હાઈ બોલાયા કપાસના ભાવો: 1995 રૂપિયા ઊંચો ભાવ, જાણો તમામ બજારોનાં ભાવ

ગુજરાતના ખેડૂતો માટે રોકડિયા પાકોમાં કપાસ અગત્યનો પાક છે. વિતેલ વર્ષમાં કપાસે રેકોર્ડબ્રેક ભાવ જોયા પછી, ફરી દરેક વિસ્તારના ખેડૂતોને 
કપાસ વાવેતરનું ઘેલું લાગ્યું હતું. એ કારણથી જ ગત વર્ષની તુલનાએ ચાલું વર્ષે કપાસ વાવેતરમા ૩ લાખ હેકટર જેવો વધારો થયો હતો. વાવણી સમયમાં સખળ-ડખળ રહેવાને કારણે બધા વિસ્તારમાં કપાસના મણિકામાં મોટો તફાવત જોવા મળે છે. કોઇ વિસ્તારમાં વીઘા દીઠ ૫ મણ, તો કોઇ વિસ્તારમાં વીઘે ૨૫ મણ ઉતારો લેનાર ખેડૂતો પણ જોવા મળે છે.

આ પણ વાંચો: આ બે સરકારી બેંકોએ તેમના ફિક્સ ડિપોઝિટ દરમાં કર્યો વધારો, જાણો લેટેસ્ટ વ્યાજ દર

દિવાળીના સમય દરમિયાન કપાસની બજારમાં ઘટવા તરફનો રેલો જોવા મળ્યો હતો. ફરી એ ઘટેલ બજારો તેજીની પટરી પર ચડી છે. કપાસમાં ખેડૂતોની પક્કડને લીધે બજારોમાં મર્યાદિત આવકો થવાથી બજારોમાં હાલના સમયે તેજીનો રંગ ઘૂટાઇ રહ્યોં છે. દિવાળી પછીના દિવસોમાં બજારો ઘટીને એક સમયે પ્રતિ ૨૦ કિલો રૂ.૧૭૦૦ની અંદર સરકી ગઇ હતી, તે ફરી રૂ.૧૯૦૦ની સપાટીએ પહોંચી છે. જ્યાં પણ શિયાળું પાક માટે પુરતા પાણીનો સતારો છે, એવા વિસ્તારમાં આજની તારીખે કપાસનો પાક ત્રીજી વીંણ કરીને અલવિદા થઇ રહ્યોં છે.

આ પણ વાંચો: મહિને માત્ર 1000 રૂપિયા જમા કરો, જો શરત સાચી હશે તો તમને 2 કરોડથી વધુ મળશે!

કપાસના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 15/11/2022 ને મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં 22000 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1805થી 1894 સુધીના બોલાયા હતાં. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં 7380 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1000થી 1909 સુધીના બોલાયા હતાં.

તા. 15/11/2022 મંગળવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ18051894
અમરેલી10001909
સાવરકુંડલા17501900
જસદણ17501870
બોટાદ17601995
મહુવા15751824
ગોંડલ15011866
કાલાવડ17001877
જામજોધપુર16601846
ભાવનગર17711848
જામનગર16501915
બાબરા17601940
જેતપુર16001873
વાંકાનેર15501927
મોરબી17511887
રાજુલા16501831
હળવદ17001874
વિસાવદર17931891
તળાજા15851875
બગસરા18121888
જુનાગઢ15501785
ઉપલેટા16501840
માણાવદર13001880
ધોરાજી17461866
વિછીયા17501880
ભેંસાણ17001875
ધારી18001868
લાલપુર17801871
ખંભાળિયા17201830
ધ્રોલ17181882
પાલીતાણા16701870
સાયલા18051900
હારીજ17501875
ધનસૂરા16501785
વિસનગર17001877
વિજાપુર16501881
કુકરવાડા17501860
ગોજારીયા18001860
હિંમતનગર15911850
માણસા18001860
મોડાસા17001825
પાટણ17501858
થરા17901855
તલોદ17551835
સિધ્ધપુર17501876
ડોળાસા17001844
દીયોદર18001830
બેચરાજી17801865
ગઢડા17111880
ઢસા17601882
કપડવંજ16001650
ધંધુકા18021864
વીરમગામ17511864
જાદર17001825
જોટાણા17201800
ચાણસ્મા17601862
ભીલડી17311750
ખેડબ્રહ્મા18401880
ઉનાવા17751874
શિહોરી16861820
લાખાણી16811870
ઇકબાલગઢ15751650
સતલાસણા17251821
આંબલિયાસણ18101863

દરરોજના બજાર ભાવ તેમજ મહત્વની અને લોક ઉપયોગી માહિતી જાણવા અમારા ફેસબુક પેજના ફોલો કરો