પ્રધાનમંત્રી આવાસ યોજના: 1.50 લાખ રૂપિયાની સહાય મળશે, ફોર્મ ભરો અને તમારા સપનાનું ઘર મેળવો

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘરનું ઘર મેળવવા માટે લોકો ફોર્મ લેવા પડાપડી કરી રહ્યા છે. હજી તો ફોર્મ આવ્યાના ત્રણ દિવસેય નથી થયા ત્યાં તો ત્રણ દિવસમાં કુલ 31,899 ફોર્મ ઉપડી ગયા. શનિવારે કોટક મહિન્દ્રા બેન્ક ની બહાર લોકો એ લાઇન લગાવી દીધી હતી અને સૌથી વધુ 13,531 ફોર્મ વહેંચાઈ ગયા. આમ ત્રણ દિવસમાં કુલ 31,899 ફોર્મ વહેંચાયા.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત પાલિકા દ્વારા અલગ અલગ 12 સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 8279 મકાનો તૈયાર થઈ રહ્યાં છે અને તેની સામે ત્રણ જ દિવસમાં ચાર ગણા ફોર્મ વહેંચાઈ ગયા છે. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર રાખવામાં આવી છે.

યોજનાની માહિતી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધી બધાને પાકું મકાન મળે તે હેતુથી વડાપ્રધાન આવાસ યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં રહેતા લોકો માટે બનાવાઈ છે. તેમાં ઓછી આવક ધરાવતા લોકોને ગામોમાં પોતાનું મકાન બનાવવા માટે મદદ મળે છે. આ યોજના અંતર્ગત ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકોને હોમ લોન લેવા પર વ્યાજમાં સબસિડી પણ આપવામાં આવે છે.

જેની અંદર 
આર્થિક રીતે નબળા (EWS) - 3 લાખથી નીચે - 6.5℅
નીચી આવક ધરાવતા (LIG) - 6 લાખથી નીચે - 6.5℅
મધ્યમ આવક જૂથ (MIG) - 6 લાખ થી 12 લાખ - 4℅
                          (MIG ll) - 12 લાખથી 18 લાખ - 3℅
  
વડાપ્રધાન આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત મકાન બનાવવા માટે 1.50 લાખ રૂપિયા સુધીની સરકારી સહાય મેળવી શકાય છે. તેની ચૂકવણી ચાર હપ્તામાં કરવામાં આવે છે. જેેમાં પ્રથમ હપ્તો પાયો નાખતી વખતે, બીજો હપ્તો નિર્માણ 50 ટકા કામ થવા પર, ત્રીજો હપ્તો 80 ટકા નિર્માણ થવા પર અને ચોથો હપ્તો બાંધકામ પૂરું થવા પર મળે છે. જો લાભાર્થી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઘરમાં શૌચાલયનું નિર્માણ પણ કરે છે, તો તેના માટે અલગથી 12,000 રૂપિયા આપવામાં આવે છે. તો હાલ જે સુરતમાં ફોર્મ ભરાઈ રહ્યાં છે તે ઓફલાઇન ભરવાના છે અને ફોર્મ લેવા કોટક મહિન્દ્રા બેન્કમાં જવાનું રહેશે. આ ફોર્મની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર છે.

દોસ્તો પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની સંપૂર્ણ માહિતી જાણવા ઉપરનો વિડીયો જોઈ શકો છો.