મોદી સરકારનો મોટો પ્લાન / હવે દરેક ઘરમાં આવશે પ્રીપેડ સ્માર્ટ મીટર: જાણો શું છે સ્માર્ટ મીટરનો નવો પ્લાન?

મોદી સરકારનો મોટો પ્લાન / હવે દરેક ઘરમાં આવશે પ્રીપેડ સ્માર્ટ મીટર: જાણો શું છે સ્માર્ટ મીટરનો નવો પ્લાન?

મોદી સરકાર પ્લાન કરી રહી છે કે દેશના દરેક ઘરમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લાગે. થોડા દિવસો પહેલા વીજ મંત્રાલયે સરકારના તમામ કેન્દ્રીય મંત્રાલયોને સલાહ આપી હતી કે તેનાં વહીવટી નિયંત્રણ હેઠળની સંસ્થાઓને પ્રીપેડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવા નિર્દેશ આપે. જો પ્રીપેડ સ્માર્ટ મીટર આવશે તો એવી અપેક્ષા છે કે વીજળી વિતરણ કંપનીઓની આર્થિક સ્થિતિ સુધરશે.

શું છે પ્રીપેડ સ્માર્ટ મીટર?
પ્રીપેડ મીટર મોબાઈલની જેમ જ કામ કરે છે એટલે કે જેટલા પૈસા એટલું લાઇટબીલ. જેનું રિચાર્જ તમારે કરાવવુ પડશે. જોકે પ્રીપેડ મીટરનો ઉપયોગ દેશના ઘણા ભાગોમાં થાય છે. કેન્દ્ર સરકારની ઓફિસો, ઔદ્યોગિક એકમોમાં પ્રીપેડ મીટર લગાવ્યા બાદ તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. તમામ વીજ ગ્રાહકોના ઘરમાં પ્રીપેડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં આવશે.

માર્ચ 2025 સુધીમાં સમગ્ર દેશમાં પ્રીપેડ સ્માર્ટ મીટર:- વીજ મંત્રાલયે નોટીફિકેશનમાં જણાવ્યું  કે ડિસેમ્બર 2023 સુધીમાં તમામ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. રાજ્ય વીજ આયોગ આ ડેડલાઈન બે વખત અને વધુમાં વધુ 6 મહિના સુધી લંબાવી શકે છે. ધીમે ધીમે માર્ચ 2025 સુધીમાં પ્રીપેડ સ્માર્ટ મીટર દેશના તમામ રાજ્યોમાં સ્થાપવામાં આવશે.

આ જગ્યાએ લાગશે સૌથી પહેલા સ્માર્ટ મીટર:- ભારત સરકારની નોટીફિકેશન મુજબ કોઈપણ એકમમાં જ્યાં શહેરી ગ્રાહક 50% થી વધુ છે અને AT &C નુકસાન 15% વધુ છે ત્યાં 2023 સુધીમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. અન્ય ભાગોમાં 2025 સુધીમાં સ્થાપિત કરવામાં આવશે. AT&C એટલે કે ગ્રોસ ટેકનિકલ અને કોમર્શિયલ (Aggregate technical and commercial).

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, આગાહી,  બજાર ભાવ, કાયદાકીય માહિતી, તથ્યો વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.