નમસ્કાર મિત્રો,
નાણાં મંત્રી નિર્મલા સીતારામને ફેબ્રુઆરી ૨૦૨૦ માં પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. જ્યારે તેમને ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની બરાબરી કરી હતી. ઈન્દિરા ગાંધી એ ૧૯૭૦ માં નાણાં મંત્રી તરીકે વડાપ્રધાન પદ સાથે બજેટ રજૂ કર્યું હતું.
નાણાં મંત્રી આજ એટલે કે ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ સામાન્ય બજેટ રજૂ કરશે. પરંતુ સૌથી વધુ વખત બજેટ રજૂ કરનારા ઓની યાદી લાંબી છે તેમાંથી મોરારજી દેસાઇ ૧૦ વખત બજેટ રજૂ કરી પ્રથમ નંબરે રહ્યાં છે.
આ વખતે નિર્મલા સીતારામન બજેટ રજૂ કરશે. ત્યારે બધાની નજર નવા બદલાવ તરફ રહેશેે તેમણે અગાઉ જણાવ્યું હતું કે આ વર્ષે બજેટ અલગ પ્રકારે જોવા મળશે.
ગઈ વખતે ૨૦૨૦ માં નિર્મલા સીતારામન એ બજેટ બ્રાઉન કલરની બેગમાં, લાલ કપડામાં લપેટીને સંસદમાં લઈ આવ્યા હતા. તેમણે ૧૬૦ મિનિટ ( ૨ કલાક ૪૦ મિનિટ) નુ સૌથી લાંબુ બજેટ ભાષણ રજૂ કર્યું હતું. તે દરમિયાન તમિલ, કાશ્મીરી કવિતાઓ સાથે સંસ્કૃત ના શ્લોકો વાંચ્યા હતા. જોકે ગળા ના દુખાવાને લીધે બજેટનાં છેલ્લા બે પાનાં વાંચી નહોતા શક્યા.
દેશમાં નાણાં મંત્રી તરીકે સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈ ના નામે છે. ત્યાર બાદ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરન એ ૯ વખત બજેટ રજૂ કર્યું હતું.
બજેટ કોણે કેટલી વખત રજૂ કર્યું તેની યાદી નીચે મુજબ છે.
૧) મોરારજી દેસાઇ -૧૦
૨) પી.ચિદમ્બરન -૦૯
૩) પ્રણવ મુખર્જી -૦૮
૪) યશવંત સિંહા -૦૭
૫) વાય.બી.ચૌહાણ -૦૭
૬) સી.ડી. દેશમુખ -૦૭