થયો માનવી સુડી વચ્ચે સોપારી
એક તરફ ગરીબી તો બીજી તરફ મોંઘવારી....
આજથી એપ્રિલ મહિનો શરૂ થાય છે અને માર્ચ મહિનો પૂરો થઈ ગયો છે,પરંતુ આ વખતે એપ્રિલ મહિનો લોકોના ખિસ્સા ખાલી કરશે. અમે તમને એટલા માટે કહીએ છીએ કારણ કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આની ઘોષણા ફેબ્રુઆરી મહિનામાં જ કરી દીધી હતી. બજેટ 2021 અનુસાર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ ની આયાત ઉપર કસ્ટમ ડયુટી વધારવાની વાત કરી હતી, જેની સીધી અસર પહેલી એપ્રિલથી સામાન્ય લોકો ઉપર પડશે. સરકારે ફોન સહિત ચાર્જર, કેબલ જેવા ઘણા ગેજેટ્સ અને ઇલેક્ટ્રીક પ્રોડક્ટ્સ મોંઘા થશે તેવી ઘોષણા કરી દીધી હતી.
2021 માં બજેટ મુજબ સરકારે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની આયાત પર કસ્ટમ ડયુટી વધારી દીધી છે. જેમાં પ્રથમ નામ બધા કેબલ અથવા તો વાયર નું છે. અત્યારે કેબલો ની આયાત ડયુટી ઉપર ફિ 7.5 ટકા છે જેમાં 2.5 ટકા નો વધારો કરી નાખવામાં આવ્યો છે.
સરકાર ના 2021 બજેટ અનુસાર ચાર્જર, એડેપ્ટર યુએસબી કેબલ ની આયાત ડયુટી પર 2.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ચાર્જર માં વપરાતા પ્લાસ્ટિક ની આયાત ડયુટી ઉપર 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આથી મોબાઈલ માં વપરાતા ગેજેટ્સ ના ભાવમાં વધારો જોવા મળશે.
મોબાઈલ ફોન ની કિંમતોમાં પણ વધારો જોવા મળશે, કારણ કે કનેક્ટર અને કેમેરામાં વપરાતી સર્કિટ ની આયાત ડયુટી ઉપર 15 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેથી સારા કેમેરા વાળા ફોન અને સી પોર્ટ ચાર્જીંગ વાળા મોબાઈલ મોંઘા થશે.
નવો ફોન લેતા બોક્સમાં આવતી એસેસરીજ બંધ થઈ જશે. સેમસંગ અને એપલ બાદ હવે અન્ય કંપનીઓ પણ હેડફોન, ચાર્જર અને કેબલ ને બોક્સ માંથી કાઢી શકે છે. જેને તમારે હવે અલગથી ખરીદવા પડશે.
એસી, ફ્રીજ પણ હવે મોંઘા થશે. એસી ની આયાત ડયુટી 12.5 ટકા હતી જે વધારીને હવે 15 ટકા કરી નાખવામાં આવી છે. તેની સિવાય એલઈડી લાઇટ, પંખા, વોશિંગ મશીન વગેરે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પણ મોંઘી થવાની છે.