khissu

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષના પહેલા દિવસે લાઈટ હાઉસ પ્રોજેકટ શરૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વેએટ કરી જણાવ્યું હતું કે ભારતના પરિદ્રશ્યને બદલવા નવા વર્ષની શરૂઆતમાં એક કાર્યક્રમ યોજશે જેમાં લાઈટ હાઉસ ના પ્રોજેક્ટ ની યોજના વિશે સંબોધશે.


નવા વર્ષના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે  ૧૧ વાગ્યે ૬ રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ નો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિઓ કૉંફેરેન્સ મારફતે આશા ઇન્ડિયા એટલે કે અફોર્ડબલ સસ્ટેનેબલ હૉઉસીંગ એક્સેલરેટર ના વિજેતાઓને નામ પણ ઘોષિત કરશે.


લાઈટ હાઉસ પ્રોજેક્ટ ૬ રાજ્યોમાં કરવામાં આવશે જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ અને ત્રિપુરા નો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત લોકોને આવાસ આપવામાં આવશે જેમાં GHTC ઇન્ડિયા ઇનીશિએટિવ મુજબ લોકોને પાકું મકાન આપવામાં આવશે.