ગુજરાતમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ : ગુજરાતમાં આજે કોરોનાનો અત્યાર સુધીનો રેકોર્ડ તોડ્યો છે. ૨૭ નવેમ્બર ૨૦૨૦માં કોરોનાકાળ દરમિયાન ૧૬૦૭ કેસ નોંધાયા હતાં જેનો રેકોર્ડ તોડી આજે ૧૬૪૦ કેસ નોંધાયા. જે અત્યાર સુધીનાં સૌથી વધુ કેસ છે. જોકે આજે ૧૧૧૦ દર્દીઓ સાજા થયા છે તો ૪ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં. હાલ ૭૮૪૭ કેસ એક્ટિવ છે.
ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ પરીક્ષા વગેર જ થશે પાસ : દેશમાં જ્યારે કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે ત્યારે છત્તીસગઢ સરકારે વિદ્યાર્થીઓના હિતમાં લીધો નિર્ણય. છતીસગઢ રાજ્યના મુખ્યમંત્રી ભુપેશ બાંધેલે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ પાસ કરવાનો નિર્ણય લીધો.
કોરોનાનું નવું જ સ્વરૂપ જોવા મળ્યું : એક સંશોધન મુજબ ખુલાસો થયો છે કે હવે નવો જ પ્રકારનો હાઈબ્રીડ કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે. આ વાઇરસ બે નવા વાઈરસના સ્ટ્રેનથી મળીને બન્યો છે. આ વાઇરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ઝડપી ફેલાઈ છે. જ્યોજિયાના અટલાન્ટા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડેવ વૈનઈન્સબર્ગે કહ્યું કે આ કોરોના વાઇરસ ઇવોલ્યુશનરી બદલાવ છે. જોકે ચિંતાનો વિષય એ છે કે વૈજ્ઞાનિકોને હજુ ખબર નથી પડી કે આ વાઇરસ લોકો માટે કેટલો ઘાતક છે.
આરોગ્ય મંત્રી રાજેશ ટોપેનું મોટું નિવેદન : હાલ મહારાષ્ટ્રમાં કોરોનાનો સૌથી વધુ કેસ આવી રહ્યા છે. પાછલા દિવસોમાં ૩૦ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જે બાદ આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ લોકડાઉનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ઠાકરેના રાજ્યમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકોને અપીલ છે કે કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરે નહીં તો સરકારને લોકડાઉન લાગવું પડશે.
ગુજરાત પર આવ્યું મોટું સંકટ : ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં દેશના ૮૦% કોરોના નવા કેસ નોંધાયા છે. ગત એક સપ્તાહમાં કોરોના કેસમાં ૬૭% નો વધારો થયો છે તો ગત એક સપ્તાહમાં કોરનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં ૪૧% નો ધરખમ વધારો થયો છે. જે ગત ૯ સપ્તાહની સરખામણીએ સૌથી વધુ છે.
સરકાર હોળી માટે આપશે ૧૦,૦૦૦ રૂપિયા : કેન્દ્રીય સરકારી કર્મચારીઓને સરકાર ભેટ આપવા જઈ રહી છે. જે ભેટ રૂપે સરકાર કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ યોજના શરૂ કરી છે. જે મુજબ દરેક સરકારી કર્મચારીઓને ૧૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.
નોંધ : આખી માહિતી જોવા માટે વીડિયો જોઈ શકો છો.