khissu

રેલવે યાત્રી ધ્યાન દે: IRCTC એ ઓનલાઇન ટિકિટ બુકિંગનાં નિયમમાં ફેરફાર કર્યો, જાણો હવે કંઈ રીતે ટીકીટ બૂક થશે?

રેલવે વિભાગ દ્વારા ઓનલાઇન ટિકિટ બુકિંગનાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જે લોકોએ ઇન્ડીયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) થી ઓનલાઇન ટિકિટ બુક કરાવવી હશે તો મોબાઈલ નંબર અને ઈમેઇલ વેરીફાઈ કરવા પડશે. ત્યાર બાદ જ  ટ્રેનની ટિકિટ ઓનલાઇન કરી શકશો. આ વેરીફીકેશનમાં તમને 50 સેકન્ડ નો સમય આપવામાં આવશે. મોબાઇલ નંબર અને ઈમેઇલ વેરીફાઈ કર્યા વગર તમે ઓનલાઇન ટિકિટ બુક નહિ કરી શકો.

નિયમ કોના માટે બદલવામાં આવ્યો:- કોરોના સંક્રમણનાં કારણે જે લોકોએ લાંબા સમયથી ટ્રેનની ટિકિટ બુક કરાવી નથી, આવા મુસાફરોએ IRCTC પોર્ટલ પરથી ટિકિટ બુક કરવા માટે  મોબાઇલ નંબર અને ઈમેઇલ એડ્રેસને વેરીફાઈ કરવું પડશે, ત્યારે જ યાત્રીઓ ટ્રેનની ટિકિટ ઓનલાઇન બુક કરી શકશે. જો કે જે મુસાફરો વારંવાર ટિકિટ ખરીદે છે તેમને આ પ્રક્રિયામાંથી પસાર નહિ થવું પડે.

ટિકિટ બુક કરવા માટે શું કરવું પડશે?
સૌથી પહેલા IRCTC પોર્ટલ પર લોગીન કરો. અહી વેરીફાઈ વિન્ડો ખુલશે. તેમાં રજીસ્ટર મોબાઇલ નંબર અને ઈમેઇલ આઈડી દાખલ કરો. હવે ડાબી બાજુ એડિટ કરવાનો ઓપ્શન છે અને જમણી બાજુએ વેરીફીકેશન છે. તમે એડિટ નાં ઓપ્શન પર ક્લિક કરી ફોન નંબર અથવા ઇમેઇલ એડ્રેસ બદલી શકો છો.

હવે બીજી તરફ જમણી બાજુએ આવેલ વેરીફાઈ બટન પર ક્લિક કરવાથી તમારા મોબાઈમાં ફોનમાં એક ઓટીપી આવશે. એવી રીતે જ ઇમેઇલ એડ્રેસ પણ વેરીફાઈ કરવાનું રહેશે. ઇમેઇલ ની અંદર પણ ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરવાનું રહેશે.

તમને જણાવી દઈએ કે કોરોનાની પ્રથમ અને બીજી લહેરના કારણે ટ્રેનની સેવાઓ ખૂબ પ્રભાવિત થઈ હતી, જે હવે મોટા પાયે સામાન્ય થઈ ગઈ છે. રેલવેના લગભગ દરેક રૂટમાં એકસપ્રેસ અને પેસેન્જર ટ્રેનોની સંખ્યા સતત વધી રહી છે. અહેવાલ મુજબ 24 કલાકમાં 7 લાખથી વધુ ટ્રેનની ટિકિટો બુક થઈ રહી છે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.