ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને શિયાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે ફરી એક વખત હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 10 તારીખ અને 11 તારીખના રોજ ફરી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાવમાં આવી છે જે આગાહી મુજબ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદ ની આગાહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, દાહોદ, વલસાડ પંચમહાલ અને આણંદ જિલ્લામાં છૂટાં છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં રહેલ હળવા દબાણની અસર પણ આગામી દિવસો મા ગુજરાતમાં થઇ શકે છે અને હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના જિલ્લાઓમાં છુટોછવાયો માવઠાનો વરસાદ થઇ શકે છે. જે વરસાદ ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડી શકે છે.