અમદાવાદમાં વરઘોડા કાઢીને યોજાઈ રેલીઓ, નવીનરીતે પ્રચાર કરાયો, પણ શું ચૂંટણીમાં કોરોના સુઈ ગયો હશે ?

અમદાવાદમાં વરઘોડા કાઢીને યોજાઈ રેલીઓ, નવીનરીતે પ્રચાર કરાયો, પણ શું ચૂંટણીમાં કોરોના સુઈ ગયો હશે ?

હાલ અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે જેમાં ટીકીટ માટે અનેક ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. જોકે અમુક ઉમેદવારો નોંધાઈ પણ ગયા છે અને તેમને ટીકીટ માલી ચુકી છે ત્યારે ઉમેદવારો અવનવી પદ્ધતિથી લોકોને આકર્ષવા માટે પોતાનો પ્રચાર કરી રહ્યા છે. જેમાં અમદાવાદમાં કાંઈક અલગ રીતે જ પ્રચાર જોવા મળ્યો.

અમદાવાદમાં યોજાનારી મહાનગરપાલિકાની ચુંટણીમાં ઘણાં ઉમેદવારોએ ફોર્મ ભર્યું અને કેટલાકને ટીકીટ પણ મળી ચુકી છે ત્યારે ઉમેદવારો લોકોને પોતાની તરફ આકર્ષવા અવનવા આઈડિયા અપનાવીને ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે જેમાં અમદાવાદમાં રાત્રે લગ્નની જેમ વરઘોડા નીકળે છે અને તેમાં મુરતિયા નહીં પણ ઉમેદવારો બેઠા હોય છે.

જી હા મિત્રો, અમદાવાદમાં રાત્રે લગ્નનીં જેમ વરઘોડા નીકળે છે અને તેમાં ઉમેદવાર સવાર હોય છે જ્યારે તેમના સમર્થકો જાન માં આવેલ માણસોની જેમ પ્રચાર કરતા કરતા અને આનંદ માનતા ચાલતા હોય છે અને ફટાકડાઓ સાથે શહેરને ગુંજવી રહ્યા છે.

પ્રચાર કરવા માટે કોરોના કેમ નથી નડતો ?

જોકે વાત ત્યાં આવીને ઉભી રહે છે કે આ ઉમેદવારોના તો લગ્ન નથી થઈ રહ્યાં તેમ છતાં તેને આવી ભીડ જમા કરીને રાત્રે પ્રચાર કરવાની છૂટ છે. જ્યારે એક સામાન્ય નાગરિકો જેના ફક્ત એકવાર લગ્ન કરવાના હોય છે ત્યારે તેને આવો કોઈ આનંદ કરવા માટે સખ્ત મનાઈ છે જોકે કોરોનાને ધ્યાને લઇ અને સરકારની હેરાનગતિને કારણે પોતાના સગાવહાલાને પણ આમંત્રિત કરતા નથી. તો હવે ચૂંટણી સમયે ક્યાં ગયો કોરોના ?

જ્યારે લોકોને લગ્ન પ્રસંગ યોજવા હતા ત્યારે વરઘોડા, ડીજે, ફટાકડા, ગરબા વગેરે પર તો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે હજી એ વાતને મહિનો પણ થયો નથી તો અચાનક કોરોના ખતમ કેવીરીતે થઈ ગયો ? 

માસ્ક માટે દંડ વસુલવાનું બંધ કેમ કર્યું ?

અત્યાર સુધી તો સરકાર મોટા ઉપાડે માસ્ક પહેરો, માસ્ક પહેરો, માસ્ક પહેરોના નારા લગાવતી હતી તો હવે અચાનક માસ્ક માટે દંડ વસુલવાનું કેમ બંધ કર્યું ? કોરોના જ ખતમ થઈ ગયો કે પછી ચૂંટણીનો જાદુ છે ?

૨૦૨૦માં પોલીસ રોજ ૩૫૦૦થી ૪૦૦૦ લોકોને માસ્ક ન પહેરવા બદલ પકડતી હતી અને તેમની પાસેથી રોજનો કુલ ૪૦ લાખ રૂપિયા દંડ વસુલ કરતી હતી. જોકે ચૂંટણીની તારીખો જાહેર થતાં જ પોલીસે માસ્કનો દંડ વસુલવાનું બંધ કરી દીધું. આ અંગે પોલીસે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ ૧ ફેબ્રુઆરીથી ૭ ફેબ્રુઆરી સુધીના સાત દિવસમાં પોલીસે માત્ર ૪૨૪૪ લોકોને માસ્ક વગર પકડીને ૪૨.૪૪ લાખ રૂપિયાનો દંડ વસુલ કર્યો છે. જોકે ચૂંટણીની તારીખો જાહેર થતાં માસ્ક ન પહેરવા પર પોલીસ કાંઈ જ એક્શન લેતી નથી. જોકે આમ કરવા પાછળ આક્ષેપ-પ્રતિઆક્ષેપોથી બચવા માટે સામાન્ય લોકો પાસેથી પણ દંડ વસુલવાનું બંધ કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે.