100 માંથી 99 ટકા નહિ જાણતા હોય, રાશનકાર્ડ ધારકોને મળશે 10 લાખ રૂપિયા

100 માંથી 99 ટકા નહિ જાણતા હોય, રાશનકાર્ડ ધારકોને મળશે 10 લાખ રૂપિયા

ભારતમાં ગરીબોનો એક મોટો વર્ગ છે અને આ લાકોએ પોતાના જીવન નિર્વાહ માટે  ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમનું જીવન ખુબ સંઘર્ષમય હોય છે. અનેક લોકો દિવસમાં બે ટાઈમ ખાવાના માટે પણ સંઘર્ષ કરતા હોય છે. વર્તમાનમાં સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર ગરીબ વર્ગના લોકો માટે જીવનને સારું બનાવવાનો પ્રયત્ન કરે છે. સરકાર આર્થિક રીતે નબળા વર્ગના લોકોને દર મહિને મફત રાશન આપે છે.

દેશના લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે. મફત રાશન મેળવવા માટે ઈ કેવાયસીની જરૂર પડે છે. સરકારે પોતાના રાશન કાર્ડના ઈ કેવાયસી માટે 30 સપ્ટેમ્બર 2024ની સમય મર્યાદા નક્કી કરી છે. જો તમે 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં તમારા રાશન કાર્ડ માટે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂરી નહીં કરો તો તમે મફત રાશન સુવિધા માટે પાત્ર ગણાશો નહીં.

લોનની સુવિધા
અત્રે જણાવવાનું કે રાશન કાર્ડ ફક્ત મફતમાં ઘઉ, ચોખા અને તેલનો લાભ લેવા માટે જ  નથી. ભારતમાં એવી અનેક યોજનાઓ ચાલે છે પરંતુ તે ફક્ત રાશનકાર્ડ ધારકો માટે જ છે. હવે બેંક પણ રાશન કાર્ડ પર લોનની સુવિધા આપે છે. હવે તમે રાશન કાર્ડ પર 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

વ્યાજ દર પણ સસ્તા હશે. જો તમે રાશન કાર્ડ પર લોન લેવા માંગતા હોવ તો અમે તમને આ અંગે વિસ્તૃત માહિતી આપીશું. તમે રાશન કાર્ડ પર 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. પરંતુ ધ્યાન રાખવું કે આ સુવિધા દરેકને મળતી નથી. આ સુવિધાનો ફાયદો ફક્ત હરિયાણાના લોકો જ ઉઠાવી શકે છે.

તેની જવાબદારી હરિયાણા સરકાર પાસે છે. આ યોજનાનો લાભ ફક્ત ગરીબી રેખાથી નીચે જીવન જીવતા રાશનકાર્ડ ધારકોને જ મળે છે. હરિયાણા સરકારે બીપીએલ કાર્ડ ધારકોના કામકાજને વધારવા માટે આ યોજનાની શરૂઆત કરી હતી. આ લોન રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણા અને વિકાસ નિગમ દ્વારા અપાય છે. લોન માટે શું શરતો પૂરી કરવી પડશે?

હરિયાણા સરકાર અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજના ચલાવે છે. લોનના વ્યાજ દરમાં છૂટ છે. વ્યાજ દર  ઘટાડીને 4થી 6 ટકા રહેશે.

કેવી રીતે કરી શકશો અરજી?
- રાશન કાર્ડ ધારક બેંક જઈને લોન અંગે પૂરી જાણકારી મેળવી શકે છે. 
- બેંકથી જ તમને અરજી પત્ર ભરવા અંગે જાણકારી મળશે. 
- તમારે ફોર્મ અને જરૂરી દસ્તાવેજો બેંકમાં જમા કરાવવાના રહેશે. 
- લોકોના દસ્તાવેજોની  ચકાસણી બાદ બેંક તમારી જરૂરિયાત મુજબ તમને લોન આપવા પર વિચારશે. 
- ત્યારબાદ સરકાર વ્યાજ પર સબસિડી આપશે.