રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર, હવે રેશનકાર્ડને લગતી સેવાઓ માટે મામલતદારના ધક્કા ખાવા નહીં પડે

રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર, હવે રેશનકાર્ડને લગતી સેવાઓ માટે મામલતદારના ધક્કા ખાવા નહીં પડે

રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર: રેશનકાર્ડના લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. હવેથી સરકાર રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડને લગતી સુવિધામાં સરળતા રહે તેવા પ્રયાસો કરી રહી છે. જેની હાલ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેનાથી દેશના 23.64 કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને લાભ થવાની અપેક્ષા છે.

કોમન સર્વિસ સેન્ટર દ્વારા સેવાઓ મળશે: સરકાર દ્વારા દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર (CSC) ઉપલબ્ધ કરશે. જેના દ્વારા હવે રેશનકાર્ડ ધારકો પોતાના રેશનકાર્ડને લગતાં તમામ કર્યો કરી શકશે. જેમાં નવા રેશનકાર્ડ માટે અરજી કરવી, રેશનકાર્ડને અપડેટ કરવાં ઉપરાંત આધારકાર્ડ સાથે લિંક કરવા જેવા તમામ કર્યો કરી શકાશે.

પહેલાં કરતાં વધુ સરળ બનશે: રેશનકાર્ડ ધારકોએ પોતાના રેશનકાર્ડને લગતી સેવાઓ માટે રેશનની દુકાનો અને મામલતદારની કચેરીઓએ ધક્કા ખાવા પડતાં હોય છે, લાંબી લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે ત્યારે હવે સરકારની આ સુવિધાથી તમારા નજીકના કોઈપણ કોમન સર્વિસ સેન્ટરે (CSC) જઈને તમે રેશનકાર્ડને લાગતી તમામ સેવાઓ મેળવી શકશો.

ટ્વિટર દ્વારા આપી જાણકારી: ડિજિટલ ઇન્ડિયાએ તેના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર આ વિશેની માહિતી આપી છે. જેમાં દેશની કોમન સર્વિસ સેન્ટર સુવિધાએ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ સાથે દેશભરના 3.70 લાખ CSC દ્વારા રેશનકાર્ડ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ભાગીદારીથી દેશભરના 23.64 કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને લાભ થવાની અપેક્ષા છે.

કોમન સર્વિસ સેન્ટરોમાં કેવી કેવી સુવિધા મળશે: 
- રેશનકાર્ડ ધારકો કોમન સર્વિસ સેન્ટરેથી નવા રેશનકાર્ડ માટે અરજી કરી શકે છે.
- રેશનકાર્ડ ધારકો રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવી શકે છે.
- પોતાના રેશનકાર્ડને ડુપ્લીકેટ પ્રિન્ટ પણ કરાવી શકે છે.
- રેશનકાર્ડમાં પરિવારના સભ્યોને નામ ઉમેરી કઢાવી શકશે.
- આ ઉપરાંત રેશનકાર્ડ સંબંધિત ફરિયાદ પણ કરી શકો છો.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.