khissu

રાશન ડીલરો નથી આપતાં અનાજ ? આ નંબર પર જાતે જ કરો ફરિયાદ

મિત્રો, રાશનકાર્ડ ધારકો માટે એક સારી એવી માહિતી મળી છે જે તમામ રાશનકાર્ડ ધારકોએ જાણવી જરૂરી છે. રાશનકાર્ડ એ એક પ્રકારનો સરકાર માન્ય દસ્તાવેજ કહી શકાય જેના દ્વારા તમને ઓછી કિંમતે અનાજ મળવા પાત્ર છે.

તો મિત્રો ઘણીવાર એવું બને છે કે જે તે રાશન ડીલરો લોકોને અનાજ આપવા બાબતે આનાકાની કરે છે, કોઈ દાદાગીરી કરે છે અથવા તો અનાજ ઓછું આપે છે તો આવી સમસ્યાઓના નિવારણ માટે એક ખાસ પ્રકારનો ટોલ ફ્રી નંબર હોય છે જ્યાં તમેં ફરિયાદ કરી જાણ કરી શકો છો.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલ પર ઉપલબ્ધ છે ટોલ-ફ્રી નંબર : રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (NFSA) પોર્ટલ પર દરેક રાજ્યો માટે અલગ અલગ ટોલ-ફ્રી નંબર આપવામાં આવ્યાં છે જેના થકી તમે રાશનને લગતી કોઈપણ ફરિયાદ કરી શકો છો. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલ https://nfsa.gov.in પર જઈને તમે તમારા રાજ્યનો ટોલ-ફ્રી નંબર પર અથવા મેસેજ કરી પણ ફરિયાદ કરી શકો છો.

ફરિયાદ લખીને કંઈ રીતે કરી શકો ? :સૌપ્રથમ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલ https://nfsa.gov.in પર જાઓ. જેમાં નીચે ત્રણ ઓપ્શન જોવા મળશે 1) Helpline Telephone Nos:- જેમાં અલગ અલગ રાજ્યના ટેલિફોન નંબર આપેલા હશે જેના થકી તમે ફરિયાદ કરી શકો છો. 2) Online Grievance:- અહીં તમે ઓનલાઇન ફરિયાદ લખીને મોકલી શકો છો જેમાં તમારું રાજ્ય, જિલ્લો, નામ, આધાર નંબર, ઈમેઈલ એડ્રેસ, સરનામું, રાશનકાર્ડ નંબર, દુકાનનું નામ એન્ટર કરી તમારી પ્રોબ્લેમ લખી દો અને ત્યારબાદ સબમિટ કરી દો. જો તમારી પાસે કંઈ પ્રૂફ હોય તો તે પણ તમે અહીં attach કરી શકો છો. 3) Know your Grievance Status:- અહીં તમે કરેલી ફરિયાદનું સ્ટેસ્ટ જોઈ શકો છો.

ભ્રષ્ટાચાર ઓછો કરવા અને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવા માટે સરકારે ફરિયાદ માટે હેલ્પલાઈન નમ્બર જારી કર્યા છે. કેન્દ્ર સરકાર ગરીબ લોકો માટે અનાજના સંગ્રહ કરતાં રાશન ડીલર સાથે અસરકારક વ્યવહાર કરવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

જાણો અલગ અલગ રાજ્યોના ફરિયાદ માટેના હેલ્પલાઈન નંબર :
કેરળ - 18004251550
તેલંગાણા - 180042500333
અંદમાન અને નિકોબાર - 18003433197
છત્તીસગઢ - 18002333663
ગોવા - 18002330022
પુડુચેરી - 18004251082
મણિપુર - 18003453821
આંધ્રપ્રદેશ - 18004252977
નાગલેન્ડ - 18003453704
ગુજરાત - 18002335500
ઉત્તરપ્રદેશ - 18001800150
રાજસ્થાન - 18001806127
ઉત્તરાખંડ - 18001802000