રેશનકાર્ડ ધારકો મોટા સમાચાર: રાશનકાર્ડથી જો તમે ફ્રી રાશન યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છો, તો તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે વહેલી તકે લિંક કરાવી લેજો. આધારકાર્ડમાં તમારી બાયોમેટ્રિક જાણકારી નોંધવામાં આવે છે, જે તમારી ઓળખાણ છે. ત્યારે રાશન કાર્ડમાં પોતાનું આધારકાર્ડ લિંક કરાવવું ખૂબ જ જરૂરી છે. જો હજૂ સુધી તમે રાશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યુ તો ફટાફટ કરાવી લેજો, નહીંતર આપનું રાશન કાર્ડ બંધ થઈ જશે.
ફેમિલી પેન્શન નવો નિયમ: સરકારે ફેમિલી પેંશનને લઈને નવા નિયમો લાગુ કર્યા છે. લાગુ થયેલ નિયમો અનુસાર, મૃત સરકારી કર્મચારીઓના એવા બાળકો જે માનસિક રૂપથી અસક્ત છે, તેઓ પણ ફેમિલીપેંશનનાં હકદાર છે. આ પ્રકારના માનસિક વિકારવાળા બાળકોને પેન્શનનો લાભ આપવાની મનાઈ કરવામાં આવે છે. બેંક આ બાળકો પાસે અદાલત દ્વારા જાહેર ગાર્ડિયનશિપ સર્ટીફિકેટ માંગે છે. આ ઘોષણા બાદ, જો કોઈ બેંક આવા બાળકો પાસેથી ગાર્ડિયનશિપ સર્ટીફિકેટ વગર ફેમિલી પેંશન આપવાની ના પાડે છે તો બેંક પર કાર્યવાહી કરવામાં આવશે.
PF ધારકો મોટી ખુશખબર: આવતા મહિને PF ધારકો માટે મોદી સરકાર મોટો નિર્ણય કરી શકે છે. PF જમા રકમ પર વ્યાજ વધારા કરવાની સરકાર તૈયારીઓ કરી રહી છે. માર્ચ મહિનામાં EPFOની મોટી બેઠક મળશે જેમાં PF જમા રકમ પર વ્યાજ વધારાની થશે ચર્ચા કરવામાં આવશે. જો મંજૂરી મળશે તો કર્મચારીઓને 8.5 ટકાથી વધારે વ્યાજ મળશે. આમ 24 કરોડ લોકોને મોટો ફાયદો થશે.
હવામાન વિભાગ માહિતી: ગુજરાતમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમી પડી રહી છે. 1 થી 5 ડિગ્રી સુધીનો વધારો ઘટાડો થતાં વાઇરલ ઇન્ફેકશનના કેસો વધી રહ્યા છે. હવામાન વિભાગના મતે આગામી 48 કલાક બાદ સરેરાશ લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે. 14થી 17 ફેબ્રુઆરીમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદની શક્યતાઓ રહેશે.
રાત્રિ કરફ્યૂ સંપૂર્ણ ખતમ: ગુજરાતમાં કોરોના કેસો જેટલી ઝડપથી વધ્યાં છે તેટલી જ ઝડપથી ઘટી પણ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,274 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 405 કેસ સામે આવ્યા છે, તો સુરત શહેરમાં 36 કેસ, રાજકોટ શહેરમાં 21 કેસ, વડોદરા શહેરમાં 257 કેસ સામે આવ્યા છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આવનારા થોડા જ દિવસોમાં ગુજરાતમાંથી રાત્રિ કરફ્યૂ હટી જશે.
બાળકોને વેક્સિનની મંજૂરી: ગુજરાતમાં 12 થી 15 વર્ષના બાળકો માટે 3 વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 15 વર્ષથી નાના બાળકોને ક્યારે રસી મળશે એનું હજી નક્કી કરવામાં આવ્યું નથી. નિષ્ણાંતોની કમિટીની ભલામણ અનુસાર બાળકોની રસી વિશે નિર્ણય લેવામાં આવશે. પરંતુ હાલ 12 થી 15 વર્ષના બાળકો માટેની 3 વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે.
રેલવે મુસાફરો મોટા સમાચાર: રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર આવ્યા છે. IRCTCએ હવે ઓનલાઇન ટિકિટ બુકિંગ નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે મુસાફરોને ટિકિટ માટે મોબાઇલ અને ઈ-મેઈલ વેરિફિકેશન કરવું પડશે. જો કે જે મુસાફરોએ નિયમિત ટિકિટ બુક કરાવી છે. તેઓએ આ પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર કોરોનાના બંને લહેર દરમિયાન ઘણા પોર્ટલ બંધ થયા હતા. તેની ખાતરી કરવા માટે આ પ્રક્રિયા શરૂ કરાઇ છે.