khissu

ઉંદરો 29 હજાર લિટર દારૂ ગટગટાવી ગયા, જાણો સંંપુર્ણ માહિતિ

હરિયાણા માં આવેલા ફરીદાબાદ શહેરમાં એક રોચક ઘટના બની છે. શહેરમાં આવેલા પોલીસ સ્ટેશનોમાં 29 હજાર લિટર દારૂની બોટલો ગાયબ થઈ ગઈ છે. ત્યાંના પોલીસ અધિકારીઓ નું કહેવું છે કે આ કામ ઊંદરોએ કર્યું છે. ઉંદરો એ દારુ ની સાથે ગાંજો, અફીણ જેવી વસ્તુની ગુણો પણ કોતરી નાખી છે.

વાત જાણે એમ છે કે આ વર્ષે શહેરના બધા પોલીસ સ્ટેશનો માં જપ્ત કરેલ દારૂના જથ્થા ને નષ્ટ કરવા પોલીસ અધિકારીએ આંકડો માંગ્યો હતો. તે દરમિયાન ખબર પડી કે પોલીસ થાણામાં ઉંદરોએ આતંક મચાવી રાખ્યો છે.

પોલીસ આંકડાઓ અનુસાર ગયા વર્ષે બધા પોલીસ સ્ટેશનો માં લગભગ 53,473 લિટર દેશી દારુ, 29,995 લિટર ઇંગ્લિશ દારુ અને 2804 બિયર જપ્ત કરી હતી. આ દારું અલગ અલગ પોલીસ સ્ટેશનો માં રાખવામાં આવ્યો હતો, પરંતુ ઉંદરો બધો દારુ પી ગયા એવું ત્યાંના સ્થાનિક અધિકારીઓનું કહેવું છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઉંદરોએ સૌથી વધુ દેશી દારૂની બોટલો ને કાપી છે, એનું કારણ એ પણ છે કે દેશી દારૂની બોટલો પ્લાસ્ટિક ની હોય છે. એવામાં ઉંદરોએ  દેશી દારૂની બોટલોને વધુ નુકસાન પહોંચાડયું છે. આમ, ઉંદરોએ લગભગ 29 હજાર દારૂની બોટલો ખરાબ કરી છે. ઉંદરોએ બોટલો કાપી, જેના કારણે દારૂનું નુકસાન થયું હતું. વધુમાં 9 હજાર લિટર ઇંગ્લિશ દારુ ની બોટલો ને પણ નુકસાન પહોંચાડ્યું હતું.