khissu

RBIએ બેંક ઓફ બરોડાને ફટકાર્યો દંડ, શું ગ્રાહકોને ભરવો પડશે તે દંડ!

BoB RBI: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંક ઓફ બરોડા સહિત દેશની ત્રણ બેંકો પર 10.34 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

Bank of baroda ઉપરાંત, સિટી બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક પણ નિયમનકારી ધોરણોના ઉલ્લંઘનને કારણે લેવામાં આવેલી આ કાર્યવાહીના દાયરામાં આવી છે. આ બેંકો પર આરબીઆઈના નિયમોની અવગણના કરી કામ  કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો જેમણે કારણે દંડ ફટકાર્યો હતો. 

બેંક ઓફ બરોડા એટલે કે BOB એ RBI તરફથી વારંવાર વિનંતી કરવા છતાં લોન સંબંધિત કેન્દ્રીય ભંડારની રચના કરી નથી અને અન્ય કેટલીક સૂચનાઓની પણ અવગણના કરવામાં આવી છે. જેના કારણે આરબીઆઈએ આ બેંક પર 4.34 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. 

ઈન્ડિયન ઓવરસીઝ બેંકને પણ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચેન્નાઈ સ્થિત આ બેંક પર લોન સંબંધિત સૂચનાઓની અવગણના કરવાનો પણ આરોપ છે.

ગ્રાહકોને કોઈ અસર નહીં થાય, બેંકે તેના નફામાંથી દંડ ભરવો પડશે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

આરબીઆઈના આ દંડથી આ ત્રણેય બેંકોના ગ્રાહકોને કોઈ નુકસાન થવાનું નથી. 

આરબીઆઈના નિયમો અનુસાર બેંકોએ આ દંડ તેમના નફામાંથી ચૂકવવો પડશે. 

RBI નું શું કહેવું છે?

આરબીઆઈનું કહેવું છે કે આ ત્રણેય બેંકો રેગ્યુલેટરી કમ્પ્લાયન્સમાં ખામીઓ છોડી રહી છે. આને બેંકો તેમના ગ્રાહકો સાથે કરેલા વ્યવહારો અથવા કરારોની માન્યતા સાથે કોઈ લેવાદેવા નથી.