khissu

આવતી કાલ પહેલા 2000ની નોટ ને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો લાખો ગ્રાહકોને શું થશે ફાયદો?

  • 2000 ની નોટ જમા કરવાને લઈને મોટો નિર્ણય
  • 30 સપ્ટેમ્બર છેલ્લી તારીખ જાહેર કરી હતી
  • હાલમાં નવા સમાચાર મળી રહ્યાં છે.

નમસ્કાર ગુજરાત, જે લોકોએ હજુ સુધી 2000 રૂપિયાની નોટ જમા નથી કરી તેમના માટે રાહતના સમાચાર મળી શકે છે. RBI નોટ પરત કરવાની કે જમા કરાવવાની છેલ્લી તારીખ ઓક્ટોબરના અંત સુધી લંબાવી શકે છે. સોશિયલ મીડિયાના સૂત્રોને ટાંકીને આ દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક સૂચના જારી કરવામાં આવી નથી.

નોટોનું શું થશે? જો સમયમર્યાદા વધારવામાં ન આવે તો પણ 2000 રૂપિયાની નોટો અમાન્ય નહીં બને. જો કે, બજારમાં તેમની પાસેથી કંઈપણ ખરીદી શકાતું નથી. નોટ ધારકોએ તેને સીધી RBI પાસે લઈ જઈને જમા કરાવવાની રહેશે.

કેટલી નોટો પરત આવી ? 1 સપ્ટેમ્બર સુધીમાં, ચલણમાં રહેલી 2000 રૂપિયાની 93 ટકા નોટો આરબીઆઈને પરત કરવામાં આવી હતી. જ્યારે આરબીઆઈએ મે મહિનામાં આ નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી, ત્યારે રૂ. 3.62 લાખ કરોડની કિંમતની રૂ. 2000ની નોટો ચલણમાં હતી.

1 સપ્ટેમ્બર સુધીમાં, 3.32 લાખ કરોડ રૂપિયા બેંકિંગ સિસ્ટમમાં પાછા ફર્યા હતા. મોટાભાગના લોકોએ પૈસાની આપલે કરવાને બદલે બેંકમાં જમા કરાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે 19 મેના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કાઢવાની જાહેરાત કરી હતી અને 23 મેથી બેંકોએ નોટો બદલવા અથવા જમા કરવાનું શરૂ કરી દીધું હતું.