khissu

ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરનારાઓને RBI એ એક સારા સમાચાર આપ્યા, હવે 5 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી શકશો

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે અપીલ કરી છે. આરબીઆઇ નાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, 'કોરોના વાયરસ દેશ માટે દરેક રીતે એક મોટું સંકટ છે અને બચાવ માટે ડિજિટલ ટ્રાન્જેક્શન જરૂરી છે.  લોકોએ ઘરે રહીને ડિજિટલ ટ્રાન્જેક્શન કરવા જોઈએ. આ માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને અન્ય મોબાઇલ એપ્સનો ઉપયોગ કરી શકાય છે.  ડિજિટલ ટ્રાન્જેક્શન કરો અને સુરક્ષિત રહો. તેને જોતા કેન્દ્રીય બેંકે આજે મોટી જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે ઇન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસ (IMPS) મારફતે ટ્રાન્જેક્શનની મર્યાદામાં વધારો કર્યો છે. હવે ગ્રાહકો IMPS દ્વારા એક દિવસમાં 2 લાખ રૂપિયાને બદલે 5 લાખ રૂપિયાના ટ્રાન્જેક્શન કરી શકે છે. એટલે કે, હવે તમારા માટે ઓનલાઈન ફંડ ટ્રાન્સફર કરવાનું સરળ બની ગયું છે.

IMPS શું છે: IMPS દ્વારા, ગ્રાહકોને ઇન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસ મળે છે. આ સુવિધા મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગની સર્વિસ ઈંટર-બેંક વ્યવહારોની સુવિધા આપે છે.  તેના દ્વારા ગ્રાહકો હવે એક દિવસમાં પાંચ લાખ રૂપિયા સુધી મોકલી શકે છે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શનની વધુ બે રીતો: ભારતમાં ઓનલાઈન બેંકિંગ દ્વારા, પૈસા ગમે ત્યાં, ગમે ત્યારે મોકલી શકાય છે, પરંતુ પૈસા મોકલવાની પદ્ધતિઓ અલગ છે. IMPS સિવાય, ગ્રાહકો નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) અને રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ કરી શકે છે.

RTGS શું છે: RTGS એટલે રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ.  'રીઅલ ટાઇમ' એટલે ઝડપથી. મતલબ કે જલદી તમે પૈસા ટ્રાન્સફર કરો છો, તે કોઈ પણ સમયે ખાતામાં પહોંચી જાય છે. જ્યારે તમે RTGS દ્વારા ટ્રાન્ઝેક્શન કરો છો, ત્યારે તરત જ બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. 2 લાખ રૂપિયાથી ઓછી રકમ આરટીજીએસ દ્વારા એક સમયે ટ્રાન્સફર કરી શકાતી નથી. જો કે વિવિધ બેંકોમાં મહત્તમ રકમની મર્યાદા અલગ છે.

NEFT શું છે: NEFT એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર.  NEFT નો ઉપયોગ ઈન્ટરનેટ દ્વારા 2 લાખ રૂપિયા સુધીના ટ્રાન્જેક્શન માટે થાય છે.  આ દ્વારા, કોઈપણ શાખાના બેંક ખાતામાંથી કોઈપણ શાખાના બેંક ખાતામાં પૈસા મોકલી શકાય છે. NEFT મારફતે ફંડ ટ્રાન્સફર કરવાની કોઈ ન્યૂનતમ મર્યાદા નથી. તમે ધારો એટલા પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ બેંકો અનુસાર નિયમો બદલાઈ શકે છે.