ગુજરાતનાં BoBના લાખો ગ્રાહકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા (BoB)ને તાત્કાલિક તેની મોબાઇલ એપ્લિકેશન 'BoB વર્લ્ડ' પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે હવે નવા ગ્રાહકો BoBની આ એપમાં જોડાઈ શકશે નહીં. જો કે, આની બેંક ઓફ બરોડાના જૂના ગ્રાહકોને અસર થશે નહીં કારણ કે રિઝર્વ બેંકે 'બોબ વર્લ્ડ'ના જૂના ગ્રાહકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવા જણાવ્યું છે.
આની નિર્ણયની અસર બેંક ઓફ બરોડાના તે ગ્રાહકોને થશે જેમનું બેંકમાં ખાતું છે પરંતુ 'બોબ વર્લ્ડ' એપ સાથે જોડાયેલા નથી.
ગઈ કાલે આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, "ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35A હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને, બેંક ઓફ બરોડાને 'બોબ વર્લ્ડ' પર વધુ ગ્રાહકો ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
RBI દ્વારા મોબાઇલ એપને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "'બોબ વર્લ્ડ' એપ પર ખામીઓને દૂર કર્યા પછી જ એને મજબૂત બનાવશે તો RBIને સંતોષ થશે," નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.