ભાજપ અને કોંગ્રસ વચ્ચે વારંવાર ટીકા-ટિપ્પણી જોવા મળતી હોય છે. ક્યારેક કોંગ્રેસ ભાજપ ઉપર ટીકા કરે તો ક્યારેક ભાજપ કોંગ્રેસ પર, તો એવો જ હમણાં એક કિસ્સો ચર્ચામાં આવેલો છે તો ચાલો જાણીએ શું છે કિસ્સો ?
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિદેશ યાત્રા હંમેશા ચર્ચામાં રહે છે. તક ગુમાવ્યા વિના ભાજપ શાબ્દિક હુમલો કરવાનો મોકો ક્યારેય નથી છોડતું. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે તેઓ નાનાને મળવા ગયા હતા. ભાજપ કેમ મુશ્કેલીમાં છે? આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે, '' પાર્ટ ટાઈમ રાજકારણ ફૂલ ટાઈમ મુસાફરી કરવા વાળા નેતાઓ ને તેની નાની યાદ આવે છે, અને જ્યારે નાની યાદ આવે ત્યારે તે ક્યાં પહોંચે છે એ ફકત એને જ ખબર હોય છે. "
એટલું જ નહીં, ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, ' પ્રિયંકા ગાંધીજી તેમની દાદીને એટલી ચાહતા નથી જેટલા રાહુલ ગાંધીજી ચાહે છે. ' અગાઉ એમણે કહ્યું હતું કે ' તેઓ તેના નાની ને મળવા દોડે છે, એટલા માં તો પૂરા ગામની નાની પણ ટૂંકી પડે છે. '
આ રીતે શાબ્દિક વિવાદ રાજકારણના સોશિયલ મીડિયામાં ચાલ્યાં કરતો હોય છે.