khissu

શું ખરેખર મિથિલીન બ્લુથી કોરોનામાં રાહત? જાણો નિષ્ણાંતોએ મિથિલીન બ્લુને લઈને શું કહ્યું? મિથિલીન બ્લુ ખરેખર શેની દેવા છે? જાણો મિથિલીન બ્લુની સંપુર્ણ માહિતી

હજુ સુધીમાં કોરોના વાયરસને જડમુળ માંથી નાશ કરી શકે તેવી કોઈપણ દવા બની નથી. જેથી તેના વિકલ્પમાં બીજી દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. એવામાં ગુજરાત ના ભાવનગર શહેરના જાણીતા ચેસ્ટ ફિઝિશિયન ડૉ. દીપક ગોવલકર અને ડૉ. જગદીપ કાકડીયા કહે છે કે સામાન્ય રીતે મેલેરિયા ના રોગમાં વપરાતી દવા મિથિલીન બ્લુ થી પણ કોરોનાની ગંભીરતા ને ઓછી કરી શકાય છે. એટલું જ નહિ ડૉ. કાકડીયા નુ એવું કહેવું છે કે મિથિલીન બ્લુ ની દવાના ડોઝથી અત્યાર સુધીમાં 3 હજાર થી વધુ કોરોના દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.

મિથિલીન બ્લુ શું છે?
ડૉ. કાકડીયા એ જણાવ્યું કે મિથિલીન બ્લુ હકીકતમાં મિથાઈલથીઓનિનિયમ કલોરાઇડ નામની દવા છે. આ દવાનો ઉપયોગ લગભગ 100 વર્ષોથી થઈ રહ્યો છે. આ દવાને પહેલી કુત્રિમ દવા માનવામાં આવે છે. મિથિલીન બ્લુ એ કાર્બન કમ્પાઉન્ડ થી બનેલી દવા છે. કલોરોક્વીનનો ઉપયોગ પહેલા મેલેરિયાની સારવારમાં થતો હતો. 1950 માં જ્યારે મેલેરિયા સમગ્ર દુનિયામાં વકર્યો હતો ત્યારે આ દવા એ જ લાખો લોકોના જીવ બચાવ્યા હતા.

કોરોના માં કંઈ રીતે ઉપયોગી છે મિથિલીન બ્લુ?
ડૉ. દીપક ગોવલકર ઘણા વર્ષોથી ફેફસાના રોગો અને વિવિધ ચેપના ઉપચાર કરી રહ્યા છે. તે કહે છે કે મિથિલીન બ્લુ દવા કોરોના સંક્રમણમાં ખુબ જ સારી સાબિત થઈ છે. આ દવાથી 3000 થી વધુ દર્દીઓ સાજા થયા છે. એવામાં ડૉ. ગોવાલકર અને તેમની ટીમ કોરોના સંક્રમણ રોકવા દર્દીઓને મફતમાં આ દવા આપે છે.

આ દવા કંઈ રીતે લેવી અને આ દવા કોણ લઈ શકે?
કોરોના વાયરસ એક એવો વાયરસ છે જે શ્વસન તંત્રને અસર કરે છે, એટલે કે મુખથી અથવા તો નાકથી શરીર માં પ્રવેશ કરે છે. એવામાં મિથિલીન બ્લુની દવા ને અડધી ચમચી સીરપ ને જીભની નીચે મૂકવામાં આવે છે, એટલે કે મિથિલીન બ્લુ નામની આ દવા સીધી લોહીમાં ભળી જશે અને કોરોના વાયરસ સામે ઝડપથી લડવા લાગશે. આ સિવાય રાતના સમયે મિથિલીન બ્લુનાં બે ટીપાં નાકમાં નાંખવાથી પણ ઝડપથી અસર કરે છે. એક સ્વસ્થ વ્યક્તિ પણ કોરોનાના બચાવ માટે આ દવાનો ઉપયોગ કરી શકે છે. આ દવાની કોઈ આડઅસર નથી.

જો ખરેખર દવા કામ કરે છે તો આ દવાને માન્યતા કેમ નથી અપાઈ?
આ વિશે ડૉ. જગદીશ કાકડીયા નુ કહેવું છે કે આ દવાનું સફળ પરીક્ષણ છે છતાં પણ સ્વાસ્થ્ય મંત્રાલય તેને કોવિડ - 19 ની દવા તરીકે માન્યતા નથી આપી. પરંતુ કોઈ પણ ક્લિનિકલ ડોક્ટર મિથિલીન બ્લુ નો ઉપયોગ તેના અનુભવના આધારે કરી શકે છે. WHO એ પણ મિથિલીન બ્લુ ને કોઈ આડઅસર વગરની દવા તરીકે સ્વીકાર કર્યો છે, પરંતુ તેને માન્યતા નથી મળી. એટલે કે કોરોના દર્દીએ ડોક્ટર ની સલાહ મુજબ જ દવા લેવી જોઈએ.