khissu

સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સુવર્ણતક, GPSC દ્વારા જાહેર કરાઈ ભરતી

લાખો લોકો સરકારી નોકરીની પાછળ દોડતા હોય છે અને અમુક લોકો તો તેના માટે વર્ષોને વર્ષો સુધી સખત મહેનત કરતાં હોય છે અને નોકરી મેળવવાની જીદ પકડીને બેઠા હોય છે પરંતુ હમણાં કોરોના કહેર આવતાં સરકારી ભરતીઓ ઠપ પડી હતી અને તૈયારી કરતા ઉમેદવારો પણ નિરાશ થઈ ગયા હતા. જોકે હવે ફરીથી ભરતીઓ શરૂ થઈ ચૂકી છે.

હાલમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેરાત ક્રમાંક ૧૩૭/૨૦૨૦-૨૧ થી લઈને ૧૬૩/૨૦૨૦-૨૧ ની ભરતીઓ બહાર પાડી છે. જેમાં રાજ્ય વેરા નિરીક્ષક, નાયબ સેક્શન અધિકારી, તબીબી અધિકારી જેવી અલગ અલગ પદ પર ભરતી યોજાવાની છે. અહીં નાયબ અધિકારી અને રાજ્ય વેરા નિરીક્ષક પર વધારે જગ્યાઓ બહાર પાડી છે.

કુલ જગ્યા : 
નાયબ અધિકારી : ૧૦૦૦ જગ્યાઓ
રાજ્ય વેરા નિરીક્ષક : ૨૪૩ જગ્યાઓ

નાયબ અધિકારી  :
આ પરીક્ષામાં પ્રાથમિક કસોટી અને ત્યારબાદ રૂબરૂ મુલાકાત આપવાની હોય છે. પ્રાથમિક કસોટી લેખિત પરીક્ષા રહેશે. જેમાં કુલ ૪૦૦ ગુણના બે હેતુલક્ષી પ્રશ્નપત્રો રહેશે અને બીજો તબક્કો ૧૦૦ ગુણનો રૂબરૂ મુલાકાતનો રહેશે.

રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ :
આ પરીક્ષામાં પ્રાથમિક અને મુખ્ય બે પરીક્ષા આપવામાં આવે છે. પ્રાથમિક કસોટીમાં ૨૦૦ પ્રશ્નોનું કુલ ૨૦૦ ગુણનું પેપર હોય છે જે OMR પ્રશ્નપત્ર હોય છે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા આપવામાં આવે છે જે લેખિત પરીક્ષા હોય છે અને કુલ ૪૦૦ ગુણનું પેપર હોય છે.

શૈક્ષણિક લાયકાત :
નાયબ અધિકારી : જે તે ઉમેદવારે MBBS કરેલું હોવું જોઈએ.
રાજ્ય વેરા નિરીક્ષક : જે તે ઉમેદવારે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ.

કેવી રીતે apply કરવું ?
આ ભરતી માટે GPSCની ઑફિશ્યલ વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અથવા https://gpsc-ojas.gujarat.gov.in પર જઈ ફોર્મ ભરી શકશો.

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :
આ ભરતી માટે ૧૬/૦૩/૨૦૨૧ થી ૩૧/૦૩/૨૦૨૧ સુધી ફોર્મ ભરી શકશો.

પરીક્ષાની સંભવિત તારીખ :
નાયબ અધિકારી : ૦૪-૦૭-૨૦૨૧
રાજ્ય વેરા નિરીક્ષક: પ્રાથમિક પરીક્ષા - ૨૫-૦૭-૨૦૨૧ અને મુખ્ય પરીક્ષા - ૧૨,૧૯ ડિસે-૨૧

મિત્રો, આજે જ ભરી દો આ ભરતી માટે ફોર્મ જોકે સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે.

 

મિત્રો, સરકારી ભરતી અંગેની ખબરો જાણવા માટે અમારી khissu (ખિસ્સું) એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો.