khissu

ભરતી માહિતી: ગુજરાત પોલીસ વિભાગમાં 13000 જગ્યા પર ભરતી 2021 માં

નમસ્કાર મિત્રો. 

22 ડીસેમ્બરની ધારાસભ્ય ની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ૭ વર્ષમાં ૪૯,૦૦૦ પોલીસ કર્મીઓની ભરતી કરી છે અને આગામી વર્ષ ૨૦૨૧ માં ૧૩,૦૦૦ પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવશે.

પત્રકાર હિરેન રાવલ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે પ્રદીપસિંહ જાડેજા એ  જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સારી બનાવવા માટે પોલીસ કર્મીઓની  સંખ્યામાં વધારો કરવા અને પોલીસ સ્ટેશનની સંખ્યામાં પણ વધારો કરવા સરકારે આયોજન કર્યું છે.

જ્યારે અત્યારના સમયમાં આધુનિક ટેકનોલોજી નુ મહત્વ વધુ છે ત્યારે પોલીસ કર્મીઓને પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અને સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.

મિટિંગ માં પ્રદીપસિંહ જાડેજા એ પણ કહ્યું હતું કે પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ બન્ને એક ટીમ તરીકે કામ કરી રહી છે. ત્યારે મેનપાવર, સ્કીલ અપગ્રેડેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અને આધુનિકતાનો ઉપયોગ વધારવા રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે.

જાહેરાત મુજબ વર્ષ 2021 માં નવી 13000 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જે સમાચાર થી પોલીસ વિભાગની તૈયારી કરતાં લોકોમાં આનંદ જોવા મળ્યો હતો.